રાજકોટ
News of Saturday, 16th November 2019

સેવા સેતુથી સરકારની પ૭ યોજનાઓનો સરકારને સીધો લાભઃ પંકજ દેસાઇ

રાજકોટઃ ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાના ૬ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ ગુતાલ પ્રાથમીક શાળામાં યોજાયેલ. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇએ જણાવેલ કે સેવા સેતુ કાર્યક્રમથી સરકાર પ૭ સેવાઓનો લાભ લોકોને મળી રહયો છે. કાર્યક્રમમાં સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો નિકાલ થાય છે. રાજયમાં જાન્યુઆરી સુધીમાં ૧૦૦ સ્થળોએ સેવા સેતુ યોજાયેલ છે. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારી લલીત પટેલ, મામલતદાર વી.ડી.રાઠોડ, ટી.ડી.ઓ. બ્રહ્મભટ્ટ વગેરે હાજર રહયા હતા.

(2:37 pm IST)