રાજકોટ
News of Saturday, 17th November 2018

રંગીલા યુવા ગ્રુપ દ્વારા સોમવારે તુલસી વિવાહઃ કાલે રાસ-હુડોની રમઝટ સાથે ફુલેકુ નિકળશે

 રાજકોટઃ શ્રી રંગીલા યુવા ગ્રુપ, શ્રી રંગીલા ધુન મંડળ તથા સમસ્ત હસનવાડીના ઉપક્રમે શ્રી રંગીલેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય ઠાકર વિવાહ (તુલસી વિવાહ)નું ભવ્ય આયોજન કરાયું છે.

આજે શનિવારે સાંજે ૪:૩૦ વાગે સાંજીના ગીત રાખેલ છે. કાલે રવિવારે તા.૧૮ સાંજે ૪:૩૦ કલાકે મંડપ મુહર્ત અને રાત્રે ૮ કલાકે  બેન્ડબાજા, ઘોડી, સંખ્યાબંધ વાહનો સાથે રાસ-હુડોની રમઝટ સાથે હસનવાડીમાં નગરયાત્રા નિકળશે.

સોમવારે અગિયારસના રોજ સાંજે ૬ કલાકે જાન પ્રસ્થાન શ્રી રંગીલેશ્વર મહાદેવના મંદિરે જશે તેમાં સમસ્ત હસનવાડી જોડાશે અને તુલસી ઠાકર લગ્ન ગંથ્રીથી જોડાશે. રાત્રે પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. આગામી ડિસેમ્બરમાં ૨૨૨ રાંદલ માતાજીના લોટા ઉત્સવ પણ રાખેલ છે.

 આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખશ્રી કાનાભાઇ જે. ડાભી, ઉપપ્રમુખ અંકુર મનાણી, મંત્રી અનિલભાઇ કલોલા, દિનુબાપુ ગોસાઇ, રવિ મંડિર, પ્રિયાંશુ મંડિર, સંજયભાઇ ગોહિલ જોડાયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:06 pm IST)