રાજકોટ
News of Saturday, 17th November 2018

બાલદિનની ઉજવણી અંતર્ગત વાલી મહામંડળદ્વારા કાલે બાળકોનો પ્રવાસ

રાજકોટ તા ૧૭ : શહેરી જિઈઇા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદી મુજબ '' બાલદિન-૨૦૧૮ અંતર્ગત રવિવારે વાલીમંડળ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી પ્રવેશ ફોર્મ ભરી પસંદથયેલા૫ વર્ષથી ૧૨ વર્ષની વયના બાળકોના જ્ઞાન-ગમત સાથે મોજ મસ્તી કરાવશે.

સવારે  ૯.૧૫ કલાકે કાર્યક્રમનું દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમનેખુલ્લો મુકી ફોર્મભરાયેલ તમામ ૬૦ બાળકોને શહેરમાંએક લઘુપ્રવાસનું આયોજન કરાયું છે.જેમા બાળકોને યુનિવર્સિટી પોલીસ મથકની ગાંધીગ્રામ-ર (મુંજકા) ની મુલાકાતે લઇ જવાશે. પોલીસના પ્રજા લક્ષી કાર્યો વિશે બાળકોને માહિતગાર કરવાનો ઉમદા હેતુ છે.પોલીસ ઇન્સ્પેકટર આર.વાય. રાવલ અનેતેમનો સ્ટાફ નહેમત ઉઠાવે છે.

કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર, મેયર, જોઇન્ટ સીપી, સ્ટેન્ડીંગ ચેરમેન મહાનગરપાલિકાના, ડીસીપી, કોર્પોરેટરો, પદાધિકારોઓને આમંત્રિત કરાયા છે.

૮૦ ફૂટ રોડ પર શ્રી પી.એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલની બાજુમાં નટેશ્વર મહાદેવ મંદિરે સવારે ૮.૩૦ કલાકે બાળકોને વાલીઓએ મુકી જવા.કાર્યક્રમનેઆખરીઓપ આપવા માટેહિંમતભાઇ લાબડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નટુેભા ઝાલા મ્કમજી સૈનિક), એ.વી.જોષી (એલ.આઇ.સી), સ્મૃતિબેન જોષી, સરલાબેન પાટડીયા, ભાવનાબેન પડીયા, ઉર્મિલાબેન યાદવ, ભાવનાબેન જોગીયા, સહિતનાઆગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે

(2:55 pm IST)