News of Saturday, 17th November 2018
બામણબોરના ડોસલીધુનામાં ખાણમાં પડી જતાં મજૂર ચંદ્રેશને ગંભીર ઇજા
રાજકોટ તા. ૧૭: બામણબોર પાસે ડોસલીધુના ગામમાં આવેલી ખાણમાં મજૂરી કરતો મુળ મહેસાણાના બાલાસિનોરનો ચંદ્રેશ વાલાભાઇ ચોૈહાણ (ઉ.૨૫) ગઇકાલે ડોસલીધુની સીમમાં આવેલી ખાણમાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીસેક ફૂટ ઉંચેથી પટકાતાં હાથ-માથા-મોઢામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે કાગળો કરી બામણબોર પોલીસને જાણ કરી હતી.
(3:24 pm IST)