રાજકોટ
News of Saturday, 17th November 2018

પાંચ સ્‍પામાં ગેરકાયદેસર રહી ‘સેવા' આપતી રશિયા-થાઇલેન્‍ડની ૧૮ યુવતિઓ પકડાતાં પાંચ ગુના દાખલ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્‍પામાં નિયમોનું સરેઆમ ઉલંઘનઃ પોલીસના વધુ એકવાર દરોડા

પાંચ સ્‍પામાં ગેરકાયદેસર રહી ‘સેવા' આપતી રશિયા-થાઇલેન્‍ડની ૧૮ યુવતિઓ પકડાતાં પાંચ ગુના દાખલ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્‍પામાં નિયમોનું સરેઆમ ઉલંઘનઃ પોલીસના વધુ એકવાર દરોડા : ગેલેક્‍સી હોટેલ પાસે પિન્‍ક સ્‍પા, અમીન માર્ગ પર ન્‍યુ પેરેડાઇઝ, નાના મવા રોડ પર પેરેડાઇઝ સ્‍પા, ઇસ્‍કોન મોલમાં પરપલ સ્‍પા અને ક્રિસ્‍ટલ મોલમાં બોસ સ્‍પામાં દરોડાઃ ટુરીસ્‍ટ વિઝા હોવા છતાં વિદશી યુવતિઓને કામે રખાઇ હતીઃ દરોડા પડયા ત્‍યારે જુદા-જુદા સ્‍પામાં રાજકોટ ઉપરાંત નિકાવા, મોરબીના ગ્રાહકો મસાજ કરાવતા મળ્‍યા

રાજકોટ તા. ૧૭: શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્‍પામાં બે મહિના પહેલા શહેર પોલીસે દરોડા પાડી ૪૦થી વધુ વિદેશી યુવતિઓને પકડી લઇ સંચાલકો સામે કાર્યવાહી કરી યુવતિઓને તેના વતન મોકલી દેવામાં આવી હતી. પરંતુ  સ્‍પા સંચાલકોને જાણ પોલીસનો ડર જ ન હોય તેમ ફરીથી સ્‍પામાં રશિયા, થાઇલેન્‍ડ, લાઓસની યુવતિઓ કે જે ટૂરીસ્‍ટ વિઝા પર ભારત આવી હોઇ તેને ગેરકાયદેસર રીતે સ્‍પામાં કામે રાખી નિયમોનો સરેઆમ ભંગ કરવાનું શરૂ કરાયું હતું. આ બાબત ઉચ્‍ચ અધિકારીઓના ધ્‍યાને આવતાં ગત સાંજે ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને જે તે ડિવીઝનની પોલીસની ટૂકડીઓએ જુદા-જુદા ૭ સ્‍પામાં દરોડો પાડતાં ગેરકાયદેસર રીતે રહેતી ૧૮ વિદેશી યુવતિઓ મળતાં આ યુવતિઓ અને સ્‍પા સંચાલકો સામે કુલ પાંચ ગુના દાખલ કરવામાં આવ્‍યા છે.

જમાં એ-ડિવીઝન પોલીસ મથકમાં પીએસઆઇ એસ. વી. સાખરાની ફરિયાદ પરથી ગેલેક્‍સી હોટેલ પાસે મેકર વન કોમ્‍પલેક્ષના બીજા માળે આવેલા પિક વેલનેસ એન્‍ડ હેલ્‍થકેર નામના સ્‍પાના સંચાલક પોપટપરા રેલનગર આવાસ ક્‍વાર્ટર ૧૨-ડીમાં રહેતાં  સાગર મદનભાઇ વિશ્વકર્મા (લુહાર) (ઉ.૨૦) તથા સ્‍પામાંથી મળેલી વિદેશી યુવતિઓ મિસ સુપતરા તાથુય, મીસ પીસામાય યોથામી, મીસ પછારી વોગખાઇ, મીસ સરીનરથ, મીસ જુથામોસ ઓનકેવુ અને મીસ નાપસુન મસુનુ સામે ધ ફોરેનર્સ (એમેડમેન્‍ટ) એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. વિદેશી યુવતિઓ પાસે ટુરીસ્‍ટ-બિઝનેસ વિઝા હોવા છતાં તેને સંચાલકોએ સ્‍પામાં નોકરીએ રાખી મહેનતાણુ આપી પોતે પણ આર્થિક લાભ લેવાનું શરૂ કર્યુ હતું. દરોડા વખતે સ્‍પામાં મોચીનગર અને ખાટકીવાસના બે મુસ્‍લિમ શખ્‍સ મસાજ કરાવતા મળ્‍યા હતાં. તેને આરોપીમાં સામેલ કરાયા નથી.

બીજો ગુનો માલવીયાનગર પોલીસ મથકમાં પીએસઆઇ આર. એ. જાડેજાની ફરિયાદ પરથી અમીન માર્ગ એનએસી બિલ્‍ડીંગમાં પહેલા માળે આવેલા ન્‍યુ પેરેડાઇઝ વેલનેશ નામના સ્‍પાના સંચાલક વત્‍સલ પરષોત્તમભાઇ મુંગપરા (ઉ.૨૪-રહે. વિદ્યુતનગર-૧, એસ્‍ટ્રોન સોસાયટી) તથા તેના ભાગીદાર તાહિરઅલી સાદીકઅલી ભારમલ (રહે. હાલ સુરત) તથા થાઇલેન્‍ડની યુવતિઓ મિસીસ સિરીલેક કેટકાયુ અને મિસીસ નેમ-ઓઇ સીપોઉન સામે ગુનો નોંધી એક સંચાલક વત્‍સની ધરપકડ કરાઇ છે. આ સ્‍પામાં પણ મસાજ કરવા માટે રાજકોટ, નિકાવા, મોરબીના પાંચ ગ્રાહકો આવ્‍યા હોઇ તે મળી આવ્‍યા હતાં.

જ્‍યારે બે ગુના તાલુકા પોલીસ મથકમાં દાખલ થયા છે. જેમાં પીએસઆઇ એસ.આર. સોલંકીની ફરિયાદ પરથી નાના મવા રોડ પર પરેડાઇઝ સ્‍પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ (ઉ.૪૦-રહે. અમરનગર-૭) તથા થાઇલેન્‍ડની મિસ યોમાનયના અને મિસ સુલતાબો લેરીસ સામે ગુનો દાખલ કરાયો છે. સંચાલક કિરીટસિંહે વિદેશી યુવતિઓને ગેરકાયદેસર રીતે સ્‍પામાં કામે કરાખી હતી.

જ્‍યારે અન્‍ય ગુનામાં પીએસઆઇ જી. એસ. ગઢવીની ફરિયાદ પરથી ઇસ્‍કોન મોલ અંદર આવેલા પરપલ સ્‍પાના સંચાલક હરજી કરમશીભાઇ પરમાર (કોળી) (રહે. કોટેચા ચોક, હીગળાજનગર મુળ બોરતળાવ ભાવનગર) તથા ભાગીદાર મસ્‍તલ પરષોત્તમભાઇ મુંગલપરા (રહે. કણકોટ) અને વિદેશી યુવતિઓ મિસ દુમાખાઇ પ્રસીતનોક, મિસ માર્સ નિયાયા થાપબુરી, મિસ નતારીકા મુગના અને સિમ પાન્‍(ોમુત નોગલેક તથા મીસ થામનામોગ કટઇ સામે ગુનો નોંધાયો છે.

જ્‍યારે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. વાય. રાવલે ફરિયાદી બની ક્રિસ્‍ટલ મોલમાં આવેલા બોસ સ્‍પામાંથી મળેલી થાઇલેન્‍ડની ત્રણ યુવતિઓ અને સંચાલક રાજકોટના હાર્દિક કોટેચા તથા મુંબઇના કિરણ શારણ સામે ગુનો નોંધ્‍યો છે. પોલીસે કુલ સાત સ્‍પા પર્પલ સ્‍પા, બોસ સ્‍પા, પિન્‍ક સ્‍પા, પેરેડાઇઝ સ્‍પા, ન્‍યુ પેરેડાઇઝ સ્‍પા, લાફીંગ બુધ્‍ધા સ્‍પા અને ગોલ્‍ડ સ્‍પામાં દરોડા પાડયા હતાં.

એસીપી જે. એચ. સરવૈયાએ જણાવ્‍યા મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલજોઇન્‍ટ પોલીસ કમિશ્નર સિધ્‍ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા સમક્ષ જુદા-જુદા વિસ્‍તારોમાંથી ફરિયાદો આવી હતી કે સ્‍પામાં ગેરકાયદેસર રીતે મસાજની પ્રવૃતિઓ થાય છે. આ માહિતીને આધારે પોતાની દેખરેખ એઠળ એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને જુદા-જુદા ડિવીઝનના અધિકારીઓની ટીમોએ ગત સાંજે સ્‍પામાં દરોડા પાડયા હતાં. જેમાં વિદેશી યુવતિઓ મસાજ કરતી મળી આવી હોઇ સંચાલકો તથા યુવતિઓ સામે ગુના દાખલ કરવામાં આવ્‍યા છે. દરોડા સાત સ્‍પામાં પડયા હતાં. જે પૈકી બે સ્‍પામાં નિયમોનું ઉલંઘન થતું માલુમ પડયું નહોતું. પાંચ ગુનામાં કુલ ૧૮ વિદેશી યુવતિ અને ૮ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:00 am IST)