રાજકોટ
News of Sunday, 17th October 2021

કોરોનામાં સ્પા બંધ રાખવા અંગેના જાહેરનામાનો ભંગ કરનાર ચાર સ્પાના સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરતી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ

રાજકોટ: કોરોના અંતર્ગતના જાહેરનામામાં સ્પા બંધ રાખવાનો આદેશ હોવા છતાં સ્પા ચાલુ રાખી જાહેરનામાનો ભંગ કરનારા ચાર સંચાલકો વિરુદ્ધ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. જેના વિરુદ્ધ કાર્યવાહી થઈ તેમાં (૧) રમેશ વિસાભાઈ સોહલા ઉ.વ-૩૪ ધંધો વેપાર રહે. રૈયાધાર સ્લમ ક્વાર્ટર આગળ રાજકોટ "ન્યુ ઓસાના સ્પા" બીગબજાર, પાછળ મારૂતિ ચોક પાસે રાજકોટ) (2) મહેશ બાબુભાઈ ચૌહાણ રહે. અમરજીતનગર શેરી ન.-02 એરપોર્ટ રોડ રાજકોટ "એન પી વેલનેસ સ્પા”બીગબાજાર  મારૂતિ ચોક પાસે રાજકોટ) (૩) હરેશ વશરામભાઈ પરમાર ઉ.વ-૩૧ ધંધો-વેપાર રહે. નાગેશ્વર સુમીત્ય સાનીધ્ય બ્લોક ન-૫૦૧ રાજકોટ "ઝારા વેલનેસ સ્પા" બીગબજાર પાછળ મારૂતિ ચોક પાસે રાજકોટ) અને (૪) કૌશીક રમણીકભાઈ વાઘેલા જાતે-વાદ ઉ.૧:૩૮ ઘધો વેપાર રહે-શાસ્ત્રીનગર શેરી ૧-૧૭ સમાપીર ચોકડી પાસે રાજકોટ ઓસાના ફેમીલી સ્પા" બીગબજાર પાછળ મારૂતિ ચોક પાસેનો સમાવેશ થાય છે.

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ  પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા (ઝોન-ર) તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એસ ગેડમ તથા એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના અને પો.ઇન્સ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એન.ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા પો.હે.કો. વિજયગીરી ગોસ્વામી તથા પો.હે.કો. મોહસીનભાઇ મલેક તથા પો.કો.અમીનભાઇ ભલુર તથા પો.કો. ધર્મરાજસિંહ રાણા તથા પો.કો.હર્ષરાજસિંહ જાડેજા તથા પો.કો.હરસુખભાઇ સબાડ તથા પો.કો. લાલજીભાઈ હાડગડાએ કાર્યવાહી કરી હતી.

(6:54 pm IST)