રાજકોટ
News of Sunday, 17th October 2021

બળાત્કારના ગુનામાં સુરતના ગૌતમ ગરાણીયાને રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનની ટીમે સુરતથી બસનો ફિલ્મી ઢબે પીછો કરી ભરૂચ પાસેથી પકડયો

રાજકોટઃ. રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૧૨૧૦૦૯૨/૨૦૨૧ ઇ.પી.કો.ક. ૩૭૬(૨)(N), તેમજ અનુજાતી/જનજાતી અત્યાચાર નિવારણ અધિનિયમ એમેન્ટમેન્ટ-૨૦૧૬ કલમ ૩(૨)(૫),૩(૧)W(૧) મુજબના ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ ST/SC સેલના એસીપીશ્રી કરતા હતાં. આ ગુનામાં આરોપી ગૈાતમભાઇ મેરામભાઇ ગરણીયા-આહિર (ઉ.વ. ૩૫ રહે. હાલ ૯૦, પરીમલ સોસાયટી ભગીરથ સોસાયટી ૧ની બાજુમાં વરાછા સુરત મુળ અમરેલી પાસે ઢાકલા ગામ)ને ફિલ્મી ઢબે સુરતથી બસનો પીછો કરી ભરૂચ પાસેથી પકડી લીધો છે.

    આરોપીએ ફરીયાદી સાથે પ્રેમસંબંધ બાંધી ફરી. અનુસૂચિત જાતી સમાજના છે તે જાણવા છતા લગ્ન કરવાનું વચન આપી વારંવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ગંભીર પ્રકારનો ગુન્હો આચર્યા હતો. આરોપી ગુનો દાખલ થયો ત્યારથી નાસતો ફરતો હોઇ જે સુરતમા હોવાની માહિતી મળતા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.પી.ગઢવીએ ટીમ સાથે પહોંચી તપાસ કરતા ખબર પડી હતી કે આરોપી સુરતથી ઢસા જતી ટ્રાવેલસબસમાં સુરતથી નીકળી ગયો છે. જેથી ફિલ્મી ઢબે પીછો કરી ભરૂચ ખાતે નબીપુર ગામ પાસે આવેલ કનૈયા હોટેલથી તેને પકડી ST/SC સેલને સોંપ્યો છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી મહિલા સેલ આર.એસ.બારીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી પો.ઇન્સ. એસ.આર.પટેલ, પીએસઆઇ એચ.પી.ગઢવી, કોન્સ. હસમુખભાઇ બાલધા, દિવ્યાબેન જોષી તથા સુરત વરાછાના હેડકોન્સ. વિકાસભાઇ મધુકરએ કરી છે.

(5:54 pm IST)