રાજકોટ
News of Thursday, 17th October 2019

સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકમાં એફ્રેરસીઝ મશીન અર્પણ

રાજકોટઃ અહિંની સિવીલ હોસ્પિટલના બ્લડબેંકમાં એફ્રેરસીઝ મશીનનું લોકાર્પણ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન વિજયભાઈ રૂપાણી હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મહાપાલીકાના આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, રાજકોટ મહાનગર પાલીકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, ડો.અમિતભાઈ હપાણી, ડો.અતુલભાઈ પંડયા, ડો.લાલસેતા, ચેતનભાઈ, ડો.કરમટા, ડો.રોય સહિત પેથોલોજી બ્લડબેંકના ડોકટર કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આ તકે ડો.મનીષભાઈ મહેતા તથા ડો.ગૌરવીબેન ધ્રુવ પણ જોડાયેલ હતા.સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થા આયોજન રાજકોટ સિવીલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડટ અધિક્ષક ડો.મનીષભાઈ મહેતા તેમજ રાજકોટ મેડીકલ કોલેજના ડીન ડો.ગૌરવીબેન ધ્રુવ સહિત સિવીલ હોસ્પિટલ સ્ટાફ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)