રાજકોટ
News of Thursday, 17th October 2019

મંગળવારે સિન્ડીકેટઃ Ph.D. પ્રવેશ પ્રશ્ને કુલપતિના આચકારૂપ નિર્ણયથી તોફાની બનશે

ગ્રેસીંગ, અંગ્રેજીમાં થીસીઝ સબમીટ કરાવવા અંગે લેવાશે મહત્વનો નિર્ણય

રાજકોટ તા. ૧૭: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓકટોબર માસની સીન્ડીકેટની બેઠક તા. રરના મંગળવારે મળનાર છેત્યારે આ સીન્ડીકેટ બેઠક તોફાની બનવાની શકયતા વધી રહી છે.

સીન્ડીકેટની બેઠકમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં ગ્રેસીંગ, પ્રાદેશીક ભાષામાં રજુ કરવામાં આવતા થીસીઝ માટે વિદ્યાર્થીઓ હતા પ્લેગેરીઝમ સર્ટીફીકેટ પ્રશ્ન કુલપતિ પેથાણીએ આપખુદ રીતે લીધેલા નિર્ણય અને બાદમાં થયેલા હોબાળાની ચર્ચા કરવામાં આવશે કેટલાક સીન્ડીકેટ સભ્યો હાલ આ મુદ્દે 'લાલ ચોળ'માં હોવાનું જાણવા મળે છે.

સીન્ડીકેટમાં હરીવંદના કોલેજ તેમજ ગીતાંજલી કોલેજને નવા જોડાણનો પ્રશ્ન પણ છે. પરીક્ષા વિભાગના કર્મચારીઓને પગાર વધારો કરવાની દરખાસ્ત, ફાર્મસી અભ્યાસક્રમમાં ફેરફાર તેમજ વિવિધ અનુસ્નાતક ભવનોમાં ખાલી શૈક્ષણીક જગ્યાઓ ભરવા સહિતની બાબતોનો નિર્ણય થશે.

(3:41 pm IST)