રાજકોટ
News of Thursday, 17th October 2019

કોઠીમડા ૧ કિલોના રૂ.૨૫, મધ ૫૦૦ ગ્રામના રૂ. ૧૨૦

કોઠીમડાનો ચીરો કરી સુકવી સેકી તળીને ખાઇ શકાય, આરોગ્ય માટે ખુબ ઉપયોગી : વિવિધ જાતના કઠોળ-ડાયાબીટીશ માટેની કડવી બદામ વિનામુલ્યે, મધ, ફુલછોડ, લીલા નાળીયેર રૂ.૨૦માં મળશે

 રાજકોટઃ કોઠીમડા ૧ કિલો ના રૂ. ૨૫, મધ ૫૦૦ ગ્રામ રૂ. ૧૨૦, લીલા નાળીયેર (ત્રોફા) રૂ. ૨૦, ફૂલછોડ, પ્યોર મધનું રાહત દરે વિતરણ, જૈવિક દવા ઇયળો માટે, ગૌમુત્ર અર્ક અને ફીનાઇલ

ગીર ગાયનું દુધ-૧ લીટરના રૂ.૬૦, વિવિધ જાતના લોખંડના વાસણો મળશે., વિવિધ જાતના ફળો રાહત દરે મળશે., વિવિધ જાતના શાકભાજી ખેડુતો સીધા વેચવા આવશે, વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ, કઠોડ ફણગાવવાના ડબ્બા રૂ. ૫૦, ગાય આધારીત વસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, હાથ વણાટના પાપડ, ઓર્ગેનીક શાકભાજી, પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ.૫, પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા કિંમત રૂ.૧૦, રાહત દરે લીંબડા સાબુ, ગુગળ અગરબતી

વિવિધ જાત ના કઠોળ : મગ, ચોળી, મઠ, મગદાળ, કાળા તલ, ગાય આધારિત ખેતી થી તૈયાર થયેલ આ કઠોળ ખેડૂતો સીધા વેચાણ માટે અહી આવે છે. આ ઓર્ગેનીક ઉત્પાદન છે.

લીલા નાળીયેરઃ (ત્રોફા)  : ગળુ વિસ્તારના ખેડુતો પોતાની વાડીમાં થયેલ લીલા નાળીયેર જાતે વેચવા આવશે જો આપણે આવા દેશી પીણા તરફ વળશુ તો ખેડુતોને સારી આવક મળશે અને કેમીકલ વાળા પીણાથી થતુ નુકશાન અટકશે ૧-લીલા નાળીયેરના રૂ.૨૦.

કોઠીમડાઃ ઓર્ગેનીક રીતે તૈયાર થયેલ કોઠીમડા ખેડુત અહિં સીધા વેચવા આવે છે. કોઠીમડાની ચીરો કરી સુકવી સેકી અથવા તળીને ખાઇ શકાય છે. આરોગ્ય માટે આ ખુબ જ ઉપયોગી છે. આમે કોઠીમડા નામ શેષ થવાને આરે છે. જો આપણે આનો ઉપયોગ કરીએ તો ખેડુતો વાવતા થશે અને રોજગારી નિર્માણ થશે.

ડાયાબીટીશ માટેની કડવી બદામ વિનામુલ્યેઃ ફીંડલાના પાકા ફળ ફોલીને ખાવા આપશે ત્રણ ફળનો ભાવ રૂ.૧૦.

ઓર્ગેનીક બાજરોઃ ચોમાસામાં ખેડુતો એ વાવેલ આર્ગેનીક બાજરો તૈયાર થયેલ અહિં ખેડુતો સીધા વેચવા આવાના છે. ૧ કિલો રૂ.૩૦

ઓર્ગેનિક વિવિધ શાકભાજી : ખેડૂતો એ પોતાના ખેતર માં પકવેલ શાકભાજી અહી સીધું વેચાણ કરવા આવે છે.

 મધઃ (પ્રવાહી સોનું) : મધ ના સેવન થી વજન દ્યટે છે, લીવર-કીડની ને ફાયદો થાય છે, ચરબી ઓછી કરે છે, કબજિયાત દુર થાય છે, સવારે નાસ્તા માં રોટલી સાથે ખાય શકાય. અહી માત્ર ૨૪૦ ના કિલો ના હિસાબે વેચાણ થાય છે.

અગરબત્ત્।ી : દ્યરબેઠા રોજગારી નું નિર્માણ થાય તેવા હેતુ થી આ ગાય આધારિત અગરબત્ત્।ીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે, આપ આ અગરબત્ત્।ીઓ લઇ રોજગારી નિર્માણ ના કાર્ય માં સહકાર આપસો.

 ફૂલછોડ : કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાત ના રંગ વાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એક ઝોરા, ક્રોટોન, ટેબલ પામ, સન ઓફ ઇન્ડિયા, ટગર, જસ્મીન, જુહી આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલઃ એલોવેરા જયુસ સપ્તચૂર્ણ રાહત દરે મળશે.  લીમડા સાબુ તેમજ કોપરેલ સાબુ

હાથે ખાંડીને બનાવેલા વિવિધ જાતના આર્યુર્વેદીક દેશી ઓસડીયા જેવા કે અર્જુન છાલનો પાવડર, ગળો, ગોખરૃં, આંબડા, હરડે, અશ્વગંધા વિગેરે પાવડરો મળશે.

 ફીંડલા સરબત : હાથલા થોર ના પાકા ફળ માંથી બનતુ આ સરબત હિમોગ્લોબીન વધારે છે. રૂ.૧૦૦માં મળે છે. 

  સ્થળ : ૧૫૦ ફૂટ રીંગરોડ,  અમીન માર્ગનો ખૂણો, તા.  ૨૦ (દર રવિવાર) ગીરીરાજ હોસ્પિટલ ની સામે, રાજકોટ સમય સવારે  ૮: ૩૦ થી ૧ સુધી

વધુ વિગત માટે શ્રી  વી.ડી.બાલા પ્રમુખ, નવરંગ નેચર કલબ – રાજકોટ (મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮ ) નો સંપર્ક કરી શકાય છે.

(3:28 pm IST)