રાજકોટ
News of Wednesday, 17th October 2018

શરદ પૂર્ણીમાએ દિવ્યાંગો માટે રાસોત્સવ

વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ દ્વારા : દિવ્યાંગ ખેલૈયાઓ અને તેના પરિવારજનો મન મુકીને ગરબે ઘુમશેઃ પાસ મેળવી લેવા

રાજકોટ,તા.૧૭: દિવ્યાંગ લોકોનાં કલ્યાણક્ષેત્રે અનેકવિધ પ્રવૃતિઓ કરતી સંસ્થા વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટના સંયુકત ઉપક્રમે છેલ્લા ચાર વર્ષથી સફળતાપૂર્વક દિવ્યાંગો માટેનાં રાસ- ગરબાનું અવરોધમુકત વાતાવરણમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શારીરિક મર્યાદા ધરાવતા દિવ્યાંગો તેમજ તેમનાં પરીવારજનો માટે રાસ- ગરબાનાં કાર્યક્રમનું આયોજન શરદપૂર્ણિમાનાં પાવન પર્વ તા.૨૪ને બુધવારે કરવામાં આવનાર છે. જેમાં દરેક શ્રેણીઓમાં શ્રેષ્ઠ ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રાજુભાઈ કાકડીયાના માર્ગદર્શન હેઠળ  દિનેશભાઈ વોરા, કિશોરભાઈ સોરઠિયા, પૂનમબેન કોરાટ, અશ્વિનભાઈ ચૌહાણ, જીતેન્દ્રભાઈ ચૌધરી, રોનકભાઈ ચોવટીયા, કમલેશભાઈ ટોપીયા, દિલીપભાઈ નાગલા, સંજયભાઈ કામાણી તેમજ દશરથભાઈ ગાંધી જહેમત ઉઠાવી રહ્યા છે. દિવ્યાંગો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.

વધુ વિગત માટે તેમજ પાસ માટે રોનકભાઈ ચોવટીયા- મો.૯૯૭૯૧ ૮૨૨૩૩ તેમજ કમલેશભાઈ ટોપિયા- મો.૯૦૩૩૩ ૨૩૧૫૪નો સંપર્ક કરવો. સ્થળઃ પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડ, તા.૨૪ બુધવાર.(૩૦.૩)

(3:39 pm IST)