રાજકોટ
News of Wednesday, 17th October 2018

રાત્રે - સવારે ઠંડકનો ચમકારો : આખો દિ' અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠે છે.(૨૧.૧૧)

(12:09 pm IST)