રાજકોટ
News of Wednesday, 17th October 2018

રાજકોટ જીલ્લામાં ૭ વાહન ચોરી કરનાર રીઢા તસ્કરને એસ.ઓ.જી.એ ઝડપી લીધો

ગોંડલની ૬ અને રાજકોટની એક વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : પીઆઇ એમ. એચ. રાણા તથા પી.એસ.આઇ. વાય.બી. રાણાની ટીમને સફળતા

તસ્વીરમાં પકડાયેલ રીઢા તસ્કર સાથે દ્વારકા એસ.ઓ.જી.નો કાફલો નજરે પડે છે. 

રાજકોટ, તા. ૧ :  રાજકોટ જીલ્લામાં સાત વાહનોની ઉઠાંતરી કરનાર રીઢા તસ્કરને રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો હતો.

રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા દ્વારા જિલ્લામાં અનડીટેકટ રહેલ ઘરફોડ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એમ.એન. રાણા તથા પો. સ. ઇન્સ. શ્રી વાય.બી. રાણા શાખાના પોલસ કર્મચારીઓ સાથે એસ.ઓ.જી.ને લગતી કામગીરીમાં ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો. સબ. ઇન્સ. શ્રી વાય.બી. રાણા મળેલ હકિકત આધારે આસીફ મહમદભાઇ સંજાત જાતે મીર રહે. ગોંડલ વાળા ગુંદાળા ચોકડી પાસે ચોરીનું વાહન લઇને નિકળતા તેને રોકી ચેક કરતા કરતા નથી તેની પાસે રહેલ હિરોહોન્ડા મો.સા.ના આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ. જેથી મજકુરની પુછપરછ કરતા પોતે આ વાહન છળકપટથી ચોરીછુપીથી મેળવેલ હોવાની કબુલાત આપતા મો.સા. ૧ કિ. રૂ. ૧પ,૦૦૦ ની ગણી કબ્જે કરેલ છે. બાદ પુછપરછ દરમિયાન પોતાના શોખ પુરા કરવા માટે આવા બીજા ૬ (છ) વાહનો ચોરી કરેલાની તથા જુદી જગ્યાએ વેચેલાની કબુલાત આપતા જેમાં હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો. સા. ૪ (ચાર) તથા એક હોન્ડા એકટીવા તથા એક રોયલ ઇન્ફીલ્ડ બુલેટ એમ કુલ-૭ (સાત) વાહનો ચોરીની કબુલાત આપતા. આ સાત વાહનોની કુલ કિ. રૂ. ર,૮પ,૦૦૦/- ગણી સી.આર.પી.સી. ક. ૧૦ર મુજબ તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમ આસીફ મહમદભાઇ સંજાત જાતે મીર ઉ.વ.ર૮ રહે. ગોંડલ વાળાને સી.આર.પી.સી. ૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ રીઢા તસ્કર આશીફે ગોંડલની ૬ અને રાજકોટની એક વાહન ચોરીની કબુલાત આપેલ છે. તે લોક વગરના વાહનને નજર ચુકવીને આગળ લઇ જઇ આગળ આવી પાવર કેબલ ખેચીને ચાલુ કરીને ચોરી કરતો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના પો. હેડ કોન્સ. વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, અતુલભાઇ ડાભી, જયવિરસિંહ રાણા, પો. કોન્સ. દિનેશભાઇ ગોંડલીયા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલ, મયુરભાઇ વિરડા, સાહિલભાઇ ખોખર તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ જાડેજા રોકાયા હતા. (૯.૧)

(12:07 pm IST)