રાજકોટ
News of Friday, 17th September 2021

રાજકોટમાં વાલીથી વિખૂટી પડેલી સાડા ત્રણ વર્ષની બાળકીનું વાલી સાથે યુનિવર્સિટી પોલીસે મિલન કરાવ્યું

રાજકોટ: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ એસ.સી.જી.હોસ્પીટલ પાસે પીઠડ આઇ ગેરેજ પાસેથી એક સાડા ત્રણ વર્ષની બાળકી યુનિવર્સિટી પોલીસને મળી આવી હતી. જેના વાલીવારસની તપાસ માટે ઇન્વે સ્ટાફના હેડકોન્સ.ભગીરથસિંહ જે.ખેર તથા પો.કોન્સ.લક્ષ્મણભાઇ એસ.મહાજન તથા પી.સી.આર.ના ઇન્ચાર્જ બ્રીજરાજસિંહ એસ.વાળા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી વાલી વારસની તપાસ કરી વાલી વારસ શોધી ખાત્રી કરી બાળકીનુ તેના વાલી સાથે મિલન કરાવ્યું છે.

ગુમ થનાર બાળકીનું નામ રાની ઉર્ફે આસ્થા પ્રતાપસિંહ ચૌહાણ (ઉ.વ.૩|| વર્ષ રહે. શાસ્ત્રીનગર કુમાર છાત્રાલય પાસે ઝુપડામાં રામાપીર ચોકડી પાસે રાજકોટ) છે. તેના માતુશ્રી પુજાબેન પ્રતાપસિંહ રૂપસિંહ ચૌહાણની માનસિક સ્થીતી સારી ન હોવાથી બાળકીના સગા માસી જયશ્રીબેન જનકભાઇ ધનજીભાઇ સોંલકી ઉ.વ.૩૩ રહે.રાધીકા રેસીડેન્સી બ્લોક નં.૧૫ સનરાઇઝ સ્કુલ ની સામે ની શેરી માં અશ્ર્વીનભાઇ વાણીયાના મકાનમાં રેલનગર રાજકોટને બાળકી સાથે ખરાઇ કરી સોપી આપેલ છે.

 પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા (ઝોન-ર) તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે. દિયોરા (પશ્રિમ વિભાગ)ની સુચના  મુજબ આ કામગીરી પીઆઇ એ.એસ.ચાવડા તથા ભગીરથસિંહ જે.ખેર, હેડ કોન્સ.લક્ષ્મણભાઇ એસ.મહાજન પો.કોન્સ. તથા બ્રીજરાજસિંહ એસ વાળાએ કરી હતી.

(10:23 pm IST)