રાજકોટ
News of Friday, 17th September 2021

રાજકોટ બાર.એસો.દ્વારા સિવિલ કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં વેકસીનેશીન કેમ્પ યોજાયો

જજો-વકીલો-કોર્ટ કર્મચારીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો

રાજકોટ તા. ૧૭ : રાજકોટ બાર.એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ વી.રાજાણી તથા સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ એમ જોષીની યાદી જણાવે છે. કે આજરોજ તા.૧૭/૯ ના શુક્રવારના રોજ રાજકોટ બાર.એશોસીએશન દ્વારા કોવડી-૧૯ના વેકસીન કેમ્પનું આયોજન સૌ પ્રથમ વખત કરવામાં આવેલ હતું. જેનો લાભ રાજકોટના જજશ્રીઓ, વકીલોઓ, કોર્ટ કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓને બહોળી સંખ્યામાં ડોઝ લીધેલ હતા જેથી આજરોજ ફરીવાર રાજકોટ બાર.એસોસીએશન દ્વારા જે જજશ્રીઓ, વકીલોઓ તથા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ બાકી રહી ગયેલ હોય તેમના માટે પ્રથમ તથા બીજા ડોઝ માટે કોવીડ-૧૯ ની વેકસીનના કેમ્પનુ઼ આયોજન સીવીલ કોર્ટ બીલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં સવારે ૧૦ થી બપોરે ર કલાક સુધી કરવામાં આવેલ હતું આ વેકસીન કેમ્પમાં રાજકોટના જજશ્રીઓ, વકીલોઓ, કોર્ટ કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી વેકસીન કેમ્પમાં વેકસીન લગાડી આ કેમ્પનો લાભ લીધેલ હતો.

આ વેકસીન કેમ્પને સફળ બનાવવા રાજકોટ બાર.એસોસીએશનના (પ્રમુખ) બકુલભાઇ વિ. રાજાણી, (ઉપપ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો. જીજ્ઞેશભાઇ જોષી, (ઈન્ચાર્જ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા(લાયબ્રેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

(3:20 pm IST)