રાજકોટ
News of Friday, 17th September 2021

હથિયાર અને મારામારીના અનેક ગુનામાં સામેલ દેવસુર ઉર્ફે દેવો પાસામાં ધકેલાયો

ભકિતનગર પોલીસે વોરંટની બજવણી કરી : દેવસુરને અમદાવાદ જેલમાં ધકેલાયો

રાજકોટ,તા.૧૭ : ભકિતનગર વિસ્તારમાં હથિયાર તથા મારામારીના અનેક ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હથીયાર અને મારામારીના અનેક ગુનામાં સામેલ દેવસુર ઉર્ફે દેવો લાખાભાઇ લાંબા (ઉવ.૨૬) (રહે. સુખરામનગર શેરી નં.૩) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ આર.વાય.રાવલ, હેડ કોન્સ. રાજુભાઇ, શૈલેષભાઇ, ઇન્દ્રજીતસિંહ તથા રાહુલગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલા, પીએસઆઇ આર.જે. કામળીયા, હેડ કોન્સ. નિલેષભાઇ, મકવાણા ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ, હિરેનભાઇ, મનરૂપગીરી, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ રાજેશભાઇ સહિતે સુખરામનગર શેરી નં. ૩માં રહેતા દેવસુર ઉર્ફે દેવો લાંબાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છે. 

(3:17 pm IST)