રાજકોટ
News of Thursday, 17th September 2020

રૈયાગામ બસ સ્ટેશન પાસેથી વિમલ ભાયાણી ચોરાઉ બાઇક સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ.બી.જાડેજાની ટીમનો દરોડોઃ રાજભા ઉર્ફે રાજુની શોધખોળ

રાજકોટ, તા.૧૭: શહેરના રૈયાગામ પાસે બસસ્ટેશન નજીક યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ. આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડકોન્સ રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ જેન્તીગીરી ગૌસ્વામી, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા અને કૃષ્ણદેવસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ  મુકેશભાઇ ડાંગર અને અજયભાઇ ભુંડીયાને મળેલી બાતમીના આધારે રૈયાગામ બસસ્ટેશન પાસેથી વિમલ નવનીતભાઇ ભાયાણી (ઉ.વ.૩૮) (રહે. આજીડેમ ચોકડી પાસે શિવપરા શેરી નં.૨)ને નંબર વગરનું ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા બજરંગ સોસાયટી શેરી નં.૪ના રાજભા ઉર્ફે રાજુ બચુભાઇ જાડેજાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. વિમલે આ બાઇક પ્રનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(3:33 pm IST)