રાજકોટ
News of Thursday, 17th September 2020

બે બાઇક અને એક એકટીવા ચોરી કરનારા શાહબાઝ અને રાહુલ પકડાયા

માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ મશરીભાઇ ભાવેશભાઇ અને હરપાલસિંહની બાતમીઃ શાહબાઝ ખોડીયારનગરમાંથી ઝડપાયા બાદ રાહુલ ભરવાડને દબોચ્યો

રાજકોટ તા.૧૭ : શહેરના ગોંડલ રોડ ખોડીયારનગર પાસેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ બે બાઇક અનેએક એકટીવા સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુકણના  માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે. ઝાલ, હેડ કોન્સ મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલ રોડ ખોડીયારનગર પાસેથી બાઇક પર પસાર થતા એક શખ્સને રોકી બાઇકના કાગળો અને લાયસન્સ માગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો બાદ પોલીસે તેનુ નામ પુછતા તેણે પોતાનુ નામ શાહબાઝ ઉર્ફે શબલો ઉર્ફે નવાબ સત્તારભાઇ જોબન (ઉ.૧૮) (રહે. ગોંડલ રોડ ખોડીયારનગર) જણાવ્યું હતું. અને તેની પુછપરછ કરતા તેણે આ બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા તેને પકડી લીધો હતો બાદ તેની વધુ પુછપરછ કરતા મવડી ચોકડી પાસે લાભદીપ સોસાયટી શેરી નં.૯માં રહેતા રાહુલ કાળુભાઇ રાતડીયા (ઉ.૧૯) સાથે મળીને બાઇક ચોર્યાની કેફીયત આપતા પોલીસે રાહુલ રાતડીયાને પણ પકડી લઇ બે ચોરાઉ બાઇક અને એક એકટીવા કબજે કર્યા હતા. બંનેએ માલવીયા આજીડેમ અને ભકિતનગર વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. શાહબાઝ ઉર્ફે શબલો અગાઉ માલવીયાનગર અને રાહુલ રાતડીયા તાલુકા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચૂકયા છે.

(2:40 pm IST)