રાજકોટ
News of Thursday, 17th September 2020

જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના ભાઈ આર.એસ.એસ.ના નેતા નરેન્દ્રભાઈ સહિત પરિવારને કોરોના : ચિંતાની લાગણી

રાજકોટ : કે.એસ.પી.સી.ના પ્રમખ,મહાત્મા ગાધી લેબર ઈન્સ્ટીટયુટના વાઈસ ચેરમેન અને દેશમા જાણીતા શ્રમીક નેતા શ્રી હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના પ્રાત સહઃ વ્યવસ્થા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ દવ અન તેમના પુત્ર અને નાગરીક બેકના લીગલ એડવાઈઝર શ્રી જીજ્ઞેશભાઈ દવે તેમના ધર્મપત્ની અંકિતાબેન,તેમનો પુત્ર મનન (ઉ.વ.૬) સહિતના હસભાઈ દવે પરિવારના તમામ લોકો કોરોના પોઝીટીવ આવતા ગોકુલ હોસ્પીટલના ડો.કરમટા તેમની સઘન સારવાર કરી રહયા છે.

શ્રી હસુભાઈ દવે તેમના લઘુબંધુ મુરલીભાઈ દવેના નિવાસ સ્થાને હોમ કોરન્ટાઈન થયા છે તેમજ શ્રી નરેન્દ્રભાઈ દવે અને શ્રી જીજ્ઞેશભાઈ દવે તેમના નિવાસ સ્થાને હોમ કોરન્ટાઈન થયેલ છે. શ્રી જીજ્ઞેશભાઈ દવેના ધર્મપત્ની શ્રીમતી અંકિતાબેન અને પુત્ર અંકીત તેમના પિતાશ્રી એડવોકટ શ્રી સંજયભાઈ વ્યાસના નિવાસ સ્થાને હોમ કોરન્ટાઈન થયેલ છ.

શ્રી હસુભાઈ દવેના લઘુબંધુ અને નાગરીક બેંકના પૂર્વ અધિકારી શ્રી લલીતભાઈ દવે અને તેમના પત્ની ઉષાબેનને પણ ૧૫ દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવતા બંન્નેને ક્રાઈસ્ટ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ રાખવામા આવેલ હતા. ઉષાબેનની તબીયત સારી થતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામા આવી છે અને લલીતભાઈ હજુ સારવાર હેઠળ છે.

(1:11 pm IST)