રાજકોટ
News of Tuesday, 17th September 2019

આ દુઃખ કોને કહેવું, હેલ્મેટ જાણે ઘોડાની આંખ આડેના ડાબલા !

શહેરના વાહનચાલકો નવા ટ્રાફીક નિયમોને પાલન કરવાનું શરૂ કર્યુ છે પરંતુ વર્ષોથી કોઈને હેલ્મેટની ટેવ જ નથી પરિણામે ઘણા લોકોને હેલ્મેટના કારણે અનેકવિધ તકલીફો પડે છે આવુ જ કાંઈ મહાનગરપાલિકાએ ગોંડલ રોડ પર બનાવેલા સાવ સાંકડા ઓવરબ્રિજ પર થઈ રહ્યુ છે. સાવ સીંગલ ટ્રેક જેવા ઓવરબ્રિજમાં હેલ્મેટના કારણે આજુબાજુનંુ કાંઈ નજરે પડતુ ન હોય ઓચિંતા વાહનો બાજુમાંથી પસાર થતા વાહનચાલકો હેબતાઈ જાય છે અને કાંઈ દેખાતુ ન હોય વાહનો પડી જાય છે. ગોંડલ રોડ પર ઓવરબ્રિજ પર દર ૧૫ થી ૨૦ મીનીટના અંતરે ૧ સ્કૂટર ચાલક પડી જતો હોય ટ્રાફીક વોર્ડનને સાઈડ આપવાના બદલે વાહનચાલકોને ઉભા કરવાની ફરજ બજાવવી પડે છે. તસ્વીરમાં એક યુવતી હેલ્મેટના કારણે પડી ગયેલ છે તે નજરે પડે છે. ટ્રાફીક વોર્ડન મદદ કરી રહેલ દેખાય છે (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)