રાજકોટ
News of Tuesday, 17th September 2019

રૂ.૧૮ લાખના ચેકરિટર્નના કેસમાં આરોપી કોર્ટમાં હાજર નહિ થતાં વોરંટ

રાજકોટ તા.૧૭: અમદાવાદ ચૌધરી સમાજમાં મોટું નામ ધરાવતા વિષ્ણુભાઇ ડી.ચૌધરી (એન.ડી.ચૌધરી) વિરૂધ્ધ રૂ.૧૮,૦૦,૦૦૦ના અલગ અલગ ચેક રીટર્ન થવા બદલ આરોપી વિષ્ણુભાઇ ડી.ચૌધરી (એન.ડી.ચૌધરી) વિરૂધ્ધ ફરીયાદ થતાં કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે.

ફરીયાદની ટુંકમાં વિગત  એવી છે કે રાજકોટના રહીશ અને ખેતીનું કામકાજ ધરાવતાં હમીરભાઇ દેવાભાઇ ગોરાણીયાએ આરોપી વિષ્ણુભાઇ ડી.ચૌધરી (એન.ડી.ચૌધરી) મિત્રો થતાં હોય આરોપીને રકમની જરૂરીયાત ઉપસ્થિત થતાં ફરીયાદી શ્રી હમીરભાઇ દેવાભાઇ ગોરાણીયા પાસેથી ઉપરોકત રકમ મિત્રતાના દાવે હાથ ઉછીની આપેલ હતી. જે લેણી રકમની ચુકવવા માટે આરોપીએ પાંચ અલગ અલગ ચેકો આપવામાં આવેલ હતા.

આ ચેકો ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા રજુ કરતા તે ચેક વટાવ્યા વગર પરત ફરેલ, ત્યાર બાદ ફરીયાદીએ તેઓના એડવોકેટ શ્રી ચંદ્રશેખર એલ.ધ્રુવ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવાં છતાં નોટીસમાં જણાવેલ સમયમાં આરોપીએ ફરીયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતાં ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની ચીફ જયુ.મેજી.કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદ કોર્ટે રજીસ્ટરે લઇ આરોપી વિષ્ણુભાઇ ડી.ચૌધરી (એન.ડી.ચૌધરી)ને કોર્ટમાં હાજર થવા અંગે સમન્સ કરેલ જે સમન્સ આરોપીને ધોરણસર બજી ગયેલ હોવ છતાં આ કામના આરોપી કોર્ટ સમક્ષ હાજર ન થતાં કોર્ટ દ્વારા આરોપી વિરૂધ્ધ વોરંટ ઇશ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી શ્રી હમીરભાઇ દેવાભાઇ ગોરાણીયા વતી રાજકોટના   એડવોકેટ શ્રી ચંદ્રશેખર એલ.ધ્રુવ રોકાયેલ છે.

(3:49 pm IST)