રાજકોટ
News of Tuesday, 17th September 2019

વ્યાસ પરિવાર યોજીત ભાવગત કથાનું સમાપન : વિવિધ કથા પ્રસંગોની ઉજવણી

રાજકોટ : જંકશન પ્લોટ મેઇન રોડ પર ગીતા મંદિરની પાસે, નંદકિશોર હોલમાં વ્યાસ પરિવારના યજમાનપદે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ હતુ. જેમાં વકતા તરીકે સેવા સંસ્થા ગીતા વિદ્યાલયના સંચાલક ભાગવતાચાર્ય ડો. કૃષ્ણકુમાર મનહરલાલજી મહારાજ (મો.૯૮૯૮૩ ૧૮૨૮૬)એ સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યુ હતુ. બોધદાયી દ્રષ્ટાંતો, વિજ્ઞાન અને અધ્યાત્મ, ભૃણ હત્યા, પર્યાવરણ, કન્યા કેળવણી, રાષ્ટ્રપ્રેમ, દહેજપપ્રથા, વ્યસનમુકિત, વાચન ટેવ વગેરેને આવરી લઇને લોકજાગૃતિનું કર્તવ્ય નિભાવ્યુ હતુ. વ્યાસપીઠ પરથી વ્યસન મુકિતનો સંદેશો પ્રસરાવ્યો હતો. યજમાન વ્યાસ પરિવારના સદસ્યોએ પૂજાવિધિ અને આરતીનો ધર્મલાભ લીધો હતો. કથા દરમિયાન સતી ચરિત્ર, નૃસિંહ પ્રાકટય, વામનજન્મ, રામજન્મ, વેશભૂષા અને વ્રજરાસ સાથે કૃષ્ણજન્મ, નંદ મહોત્સવ, ગીરીરાજ ઉત્સવ, અન્નકુ દર્શન સર્વતોભદ્ર મંડળ, ગોપી ગીત, સુદામા ચરિત્ર, રુકમણી વિવાહ વગેરે પ્રસંગોની ઉજવણી કરાઇ હતી. ભાવિકોએ બહોળી સંખ્યામાં કથાશ્રવણનો લાભ લીધો હતો.

(3:48 pm IST)