રાજકોટ
News of Tuesday, 17th September 2019

ભુલી પડેલી બાળકીના પરિવાર સાથે મિલન કરાવનારા રેસ્ટોરન્ટના માલિકનું સન્માન કરાયુ

રાજકોટ : ભગવતીપરા શેરી નં. ૩ નદીના કાંઠા પાસે રહેતા રામુભાઇ ગાંડુભાઇ સોલંકીની પુત્રી જેની (ઉ.૧૦) કયાંક ચાલી ગયેલ હતી. જે મામલે બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયો હતો અને બી. ડીવીઝન પોલીસ તપાસમાં હતી તે દરમ્યાન તા. ૬-૮-ના રોજ બાળકી કુવાડવા રોડ, અંબીકા હોટલ પાસે ઉંધેલી હાલતમાં મળી આવતા અંબીકા રેસ્ટોરન્ટના માલિક પરેશભાઇ રમેશભાઇ બેસરાણીએ બાળકીની સુરક્ષાને ગંભીરતાથી લઇ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી બાળકીને બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી નાગરીક તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. આ કામગીરી બદલ ડીસીપી ઝોન-૧ ના મોહન સૈનીને ધ્યાને આવતા તેઓને લાગેલ કે રેસ્ટોરન્ટ માલીકની આ કામગીરી બીરદાવવા લાયક અને અન્ય નાગરીકો માટે  પ્રેરણારૂપ હોય જેથી પરેશભાઇ રમેશભાઇ બેસરાણીને તેમની માનવીય અભિગમવાળી કામગીરીને પ્રશંસા પત્ર પાઠવી ડીસીપી રવી મોહન સૈની બી. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસે તેની કામગીરીને બીરદાવી હતી.

(3:45 pm IST)