રાજકોટ
News of Tuesday, 17th September 2019

ISTE દ્વારા વી.વી.પી.નાં આંગણે ૩પ ઇવેન્ટસ

રાજકોટઃ ઇન્ડીયન સોસાયટી ફોર ટેકનીકલ એજયુકેશન (આઇ.એસ.ટી.ઇ.) એ રાષ્ટ્રીય બિન-લાભકારી સોસાયટી શિક્ષકની કારકિર્દી વિકાસ, વિદ્યાર્થીઓનાં વ્યકિતત્વ વિકાસ અને દેશનાં ટેકનીકલ શિક્ષણનાં વિકાસ માટે કાર્યરત છે. આ વર્ષે કન્વેન્શન આયોજન કરવા માટે ગુજરાતમાંથી વી.વી.પી. ઇજનેરી કોલેજ, રાજકોટની પસંદગી કરવામાં આવી છે. કન્વેન્શનની વિશેષ માહિતી આપતા સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર અને પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરે જણાવ્યું હતું કે, આ કન્વેન્શનનું તા. ર૧ સપ્ટે. વી.વી.પી. ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ ૩પ ઇવેન્ટનું આયોજન સિવીલ, મિકેનીકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન, કેમીકલ, બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજીનાં વિદ્યાર્થીઓ માટે કરવામાં આવશે. ધ્યાનાકર્ષક ઇવેન્ટમાં ટેકરોબો, કોડજામ, સ્પેલસ ઓ શમા, કેમ-ઓ-કલ્ચર, મારવેલ એસ્ટ્રો કવીઝ, અસેમ્બલી વોર્સ, સર્કીટ ચક્ર, બ્રેક અપ બ્રીજ અને બેટલ ઓફ બ્રેન વગેરે તકનીકી સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૧ સપ્ટેમ્બર આયોજીત કન્વેન્શનમાં આઇ.એસ.ટી.ઇ. ન્યુ દિલ્હીનાં પ્રેસીડેન્ટ ડો. પ્રતાપસિંહ કાકાસો દેસાઇ, આઇ.એસ.ટી.ઇ. ગુજરાત સેકશનનાં ચેરમેન કલ્પેશભાઇ ભાવસાર, હોનેબલ સેક્રેટરી પ્રો. નિકુલભાઇ પટેલ તથા આઇ.એસ.ટી.ઇ.નાં એકઝીકયુટીવ કાઉન્સીલ મેમ્બર્સ અને સેકશન મેનેજીંગ કમિટિ ચેમ્બર્સ ઉપસ્સ્થિત રહેશે. આ કન્વેન્શનને સફળ બનાવવા માટે વી.વી.પી. કોલેજનાં પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કો-ઓર્ડીનેટર પ્રો. શિલ્પાબેન કાથડ, પ્રો. પૂજાબેન ચાવડા, સ્ટુડન્ટ કો-ઓર્ડીનેટર હર્ષ વાછાણી શૈલ શુકલ, વિભાગીય વડાશ્રીઓ ડો. જે. પી. મહેતા, ડો. સી. કે. વિભાકર, ડો. પિયુષભાઇ વણઝારા, ડો. તેજસભાઇ પાટલીયા, ડો. ચાર્મીબેન પટેલ, પ્રો. દર્શનાબેન પટેલ, પ્રો. જે. વી. મહેતા, ડો. ધર્મેશભાઇ સુર, ડો. જયસુખભાઇ મારકણા, ડો. ઉર્જાબેન માંકડ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:43 pm IST)