રાજકોટ
News of Tuesday, 17th September 2019

વિજ્ઞાન- ગણિત પ્રદર્શનઃ વિવિધ શાળાના બાળકો દ્વારા ૨૬ કૃતિઓ

તમામ બાળકોને શિલ્ડ પ્રમાણપત્રઃ વકતૃત્વ- નિબંધ સ્પર્ધા પણ યોજાઈ

રાજકોટઃ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી- રાજકોટ, શ્રી સાંદીપની શાળા સંકુલ રાજકોટના સંયુકત ઉપક્રમે આયોજિત સંકુલ કક્ષાનું ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન- ૨૦૧૯ તેમજ વક્રતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય (સદર બજાર) ખાતે  યોજવામાં આવ્યું હતું. સમારોહના ઉદ્ઘાટક તરીકે ડો.ચેતનાબેન વ્યાસ (પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ) અતિથી વિશેષ તરીકે શ્રી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈઆઈ શ્રી સપનાબેન પરમાર તેમજ સાંદીપનિ સંકુલની ૧૩ શાળાઓએ ભાગ લીધો હતો અને ૨૬ કૃતિઓ રજુ કરી હતી. જેમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, એસ.જી.ધોળકિયા સ્કૂલ, નવચેતન વિદ્યાલય, શ્રીમતિ ર.હ.વૃ.ત્રિ. કોટક કન્યા વિનય મંદિર, મા શારદા વિદ્યાલય, સ્વામીનારાયણ ગુરૂકુલ વિદ્યાલય વિ.શાળાના બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાં નિર્ણાયક તરીકે નારણભાઈ ડાંગર, તરૂણભાઈ નિમાવત, ડો.બીપીનભાઈ સાવલીયા,  સરોજબેન મારવણિયા, ચેતનાબેન બાવરિયા, મનસુખભાઈ સાવલિયા તેમજ પી.આર. કોરીયાએ સેવા આપી હતી.

આ પ્રદર્શનમાં માધ્યમિક વિભાગમાં  વિભાગ- ૧: ટકાઉ કૃષિ પધ્ધતિઓમાં (પ્રથમ સ્થાન) શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય- રાજકોટ (કૃતિઃ પ્રોસેસ ઓફ વાસંતીકરણ), માર્ગદર્શક શિક્ષક- વિરેન્દ્રભાઈ ઘરસંડિયા, વિદ્યાર્થીનીઓ- રબારી હેતલ જે., સોલંકી કિંજલ જી.

 વિભાગ-૨:સ્વચ્છતા અને સ્વાસ્થ્યમાં (પ્રથમ સ્થાન) શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય - રાજકોટ (કૃતિ : હોમ મેઈડ ડિટોક્ષ વોટર - આલ્કલાઈન પાણી) માર્ગદર્શક શિક્ષક : દયાબેન ગજેરા, વિદ્યાર્થીનીઓ :  રાઠોડ મિતલ આર, જલવાણી પરીતા એસ.

વિભાગ-૩:  સંશાધન અને વ્યવસ્થાપનમાં (પ્રથમ સ્થાન) શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિધાલય

(કૃતિઃ સિસ્મોગ્રાફ)માર્ગદર્શક શિક્ષકઃ શ્રી દેસાઈ કાશ્મિરાબેન એમ.વિદ્યાર્થીનીઓ : પીઠડીયા ધ્રુવી એમ.,વસાલી રિયા પી.

વિભાગ-૪: ઓદ્યોગિક વિકાસમાં (પ્રથમ સ્થાન) શ્રી સ્વામીનારાયણ ગૂરુકુલ વિધાલય-રાજકોટ (કૃતિઃ મોડીફાઈડ કોટન કેપ્ચર કેબિન),માર્ગદર્શક શ્ક્ષિક : શ્રી એચ. પી. ભૂર્ડિયા સાહેબ,વિદ્યાર્થીઓઃ રામોલિયા નીલ સી., માલવિયા કાવ્ય કે.

વિભાગ-૫ એઃ ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયનમાં (પ્રથમ સ્થાન) શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ,(કૃત : મલ્ટીપપેઝ કાર કમ સબમરીન), માર્ગદર્શક શિક્ષકઃ શ્રી એચ. પી. ભૂડિંયા સાહેબ, વિદ્યાર્થીઓ :  મોરડ દિપ પી., મહેતા હાર્દિક વાય.

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં : વિભાગ-૧: ટકાઉ કૃષિ પધ્ધતિમાં (પ્રથમ સ્થાન) શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય,(કૃતિ :ખાતરોમાં વૈવિધ્ય), માર્ગદર્શક શિક્ષક : શ્રી કણઝારીયા વિજયભાઈ એલ., વિદ્યાર્થીનીઓઃ મોરી અમી ગૌતમભાઈ, ધોકીયા બિંદીયા ગોરધનભાઈ

વિભાગ-૨ : સ્વચ્છતા અને સ્વાસ્થ્યમાં (પ્રથમ સ્થાન), શ્રી ર.હ. અને વૃ.ત્રિ કોટક કન્યા વિનય મંદિર,(કૃતિ : ભો - આમલી (વકીંગ મોડેલ)) માર્ગદર્શક શિક્ષકઃ શ્રી ભુવા અશ્વિનકુમાર સી. વિદ્યાર્થીનીઓઃ છાંટબાર મિશ્રી એમ.,ખેતાણી પ્રગતિ જે.

વિભાગ-૩: સંશાધન અને વ્યવસ્થાપનમાં (પ્રથમ સ્થાન) શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય - રાજકોટ (કૃતિ : સોલાર હાઉસ),માર્ગદર્શક શિક્ષક : શ્રી કણઝારીયા વિજયભાઈ એલ.,વિદ્યાર્થીનીઓ : કારિયા સાક્ષી કમલેશભાઈ, માંડાણી નિધિ ભોજાભાઈ

વિભાગ-૪ : ઓદ્યોગિક વિકાસમાં (પ્રથમ સ્થાન) શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિધાલય - રાજકોટ(કૃતિ :૦૦૨/ so2; શોષક) માર્ગદર્શક શિક્ષક : શ્રી કણઝારીયા વિજયભાઈ એલ.,વિર્દ્યાર્થીનીઓઃ છાંટબાર દેવાંશી એચ.,બ્લોચ મહેક એ.

વિભાગ-૫એઃ ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયનમાં (પ્રથમ સ્થાન) શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ - રાજકોટ (કૃતિ : હોનારત સમયે બચાવ માટે ઘરેલુ ઉપાય), માર્ગદર્શક શિક્ષકઃ  શ્રી રાઠોડ બી. ટી. સાહેબ, વિદ્યાર્થીઓ : દરોદરા કુલદિપ કે., સિધ્ધપુરા મિતેશ બી.

આ  ઉપરાંત વક્રતૃત્વ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાન સરવૈયા વંદના બી. (શ્રી રમેશભાઈ છાંયા કન્યા વિદ્યાલય) દ્વિતિય સ્થાન કેસરીયા માનસી એમ. (શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય), તૃતીય સ્થાન રબારી હેતલ જે. (શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિધાલય) ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાન સિધ્ધપુર રિધ્ધિ એન. (પતંજલી પાઠશાળા) દ્વિતીય સ્થાન ભટ્ટી પ્રિયાંશી આર. (શ્રી કડવીબાઈ વિરાણી ક કન્યા વિધાલય) તૃતીય સ્થાન ચૌહાણ યશોધરા એમ. (શ્રી કોટક કન્યા વિનય મંદિર) નિબંધ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાન વઘાસિયા માનસી આર. (શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય) દ્વિતીય સ્થાન રાઠોડ મિતલ આર. (શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિધાલય) તૃતીય સ્થાન જાદવ હાર્દિક એચ. (શ્રી લાલબહાદુર શાસ્ત્રી બોયઝ વિધાલય) ઉચ્ચતર માધ્યમિક વિભાગાં પ્રથમ સ્થાન બગથરિયા હર્ષ કે. (પતંજલિ વિધાલય) દ્વિતીય સ્થાન સૈયદ રોઝમિન એફ. (કડવીબાઈવિરાણી કન્યા વિધાલય) અને તૃતીય સ્થાન રાઠોડ કોમલ કે (શ્રી કોટક કન્યા વિનય મંદિર) તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા.

કાર્યક્રમનું આયોજન શ્રી સાંદિપની શાળા વિકાસ સંકુલના સંયોજક તેમજ શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શ્રી વિરેન્દ્રભાઈ દ્યરસંડિયા અને શ્રી દયાબેન ગજેરાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(3:38 pm IST)