રાજકોટ
News of Tuesday, 17th September 2019

યાર્ડમાં ખેડૂતોને હવે રોકડથી પેમેન્‍ટ મળશે : નાણામંત્રીના ટિવટથી ખેડૂતો-વેપારીઓમાં ખુશાલી

રાજકોટ, તા. ૧૭ : કેન્‍દ્રીય બજેટમાં આવેલ એક કરોડના બેંક ટ્રાન્‍ઝેક્‍શન ઉપર ૨ ટકા ટીડીએસ લગાડવાની જે વાત હતી જેમાંથી માર્કેટયાર્ડોમાં થતા ખેડૂતો માટે ના રોકડ વ્‍યવહાર ઉપર થી આ નિયમને હટાવી લેવાની માનનિય નાણામંત્રી શ્રી દ્વારા પોતાના ટ્‍વિટર ઉપર માહિતી આપેલ જેના લીધે નાના વેપારીઓ અને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્‍યો કારણકે ખેડૂતો અત્‍યાર સુધી રોકડ વ્‍યવહાર થી ટેવાયેલા હતા આ નિયમ આવતા એક સપ્‍ટેમ્‍બરથી ખેડૂતોને દરેક માર્કેટયાર્ડોમાં થી ચેકથી પેમેન્‍ટ મળતું જેનો આક્રોશ ખેડૂતોમાં જોવા મળતો અને ખેડૂતો નારાજ હતા સ્‍થાનિક પડતી મુશ્‍કેલીઓને ધ્‍યાનમાં રાખીને આ નિયમને માર્કેટયાર્ડો માં થી રદ કરતા નાના વેપારીઓ ને રાહત મળી છે

 જયારે આ નિયમને લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારથી દેશ આખામાં એક દુઃખની લાગણી જોવા મળી અને ઠેરઠેર એનો વિરોધ જોવા મળ્‍યો ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખી ને વિરોધ કરવામાં આવ્‍યો અને સ્‍થાનિક પડતી મુશ્‍કેલીઓ ને ધ્‍યાનમાં લેવામાં આવી અને અંતે આમારી માંગણી ને સ્‍વીકારવામાં આવી અમારી લડત માં જે માર્કેટિંગ યાર્ડ નો સહકાર મળ્‍યો છે તેના અમે આભારી છીએ અને પ્રેસ મીડિયા દ્વારા અમારી વાત ને લોકો સુધી અને સરકાર શ્રી સુધી પહોંચાડવા માં જે મદદ મળી છે તેના પણ આભારી છીએ

 બીજું કે અત્‍યારે આ માહિતી માત્ર ટ્‍વિટ કરી ને જાણ કરવામાં આવી છે આનું કોઈ નોટિફિકેશન કોઈ બેન્‍ક ને આપેલ ન હોઈ તો વહેલીતકે મળી જાય એવી આશા રાખીએ છીએ તેમ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણી એ જણાવ્‍યું છે.

(1:13 pm IST)