રાજકોટ
News of Tuesday, 17th September 2019

સાથી હાથ બઢાના

લ્યુકેમીયાના દર્દી ભુમિ દવેને બોનમેરો દાતાની જરૂર

રાજકોટ તા. ૧૭ : લ્યુકેમીયા નામના બ્લડ કેન્સરમાં સપડાયેલ દર્દી ભૂમિ કિંજલભાઇ દવે (ઉ.વ.૪૦) ની તબીયત લથડતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. દર્દની અસર છેલ્લા તબકકામાં પહોંચી ગઇ હોય તબીબોએ ત્વરીત ધોરણે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂરીયાત દર્શાવી છે. કરૂણતા એ છે કે દર્દીના માતા પિતા હૈયાત નથી. એક બહેન છે પણ તેમનું બોનમેરો મેચ થતુ નથી. અન્ય સગા છે તેમનું પણ મેચ થતુ નથી. આવા કેસમાં ૪૦,૦૦૦ વ્યકિતમાં બોનમેરો મેચ થવાની ટકાવારી ૧ ટકો જેટલી જ હોય છે. જો બોનમેરો મેચ થઇ જાય તો સારવાર આસાન બની શકે છે. સ્ટેમસેલ અથવા બોનમેરો આપવાની પ્રક્રિયા સરળ અને ર થી ૩ કલાકના સમયની જ હોય છે. તેમા દાતાને કોઇ જોખમ હોતુ નથી. આ કેસમાં સેમ્પલ રાજકોટ ખાતે લઇ શકાશે. જયારે સ્ટેમસેલ દર્દીને દાન કરવા અમદાવાદ અથવા મુંબઇ આવવાનું થશે. બોનમેરો દાતાઓએ તાત્કાલીક કિંજલભાઇ મહેન્દ્રભાઇ દવેનો એ-૧ ૬૦૩, ડ્રીમ સીટી સોપાન હાઇટની બાજુમાં, રૈયા સર્કલ પાસે, રાજકોટ (મો.૮૧૪૦૩ ૫૩૧૦૭) ખાતે સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

(10:38 am IST)