રાજકોટ
News of Monday, 17th September 2018

‘‘કૃતિ ઓનેલા'' પ્રોજેકટ અંગે કરોડોની ખંડણી-ધમકીના પ્રશ્ને

વયોવૃધ્‍ધ દંપતિ વિરૂધ્‍ધ થયેલ ફરિયાદમાં સાત દિવસની રીમાન્‍ડ અરજી નામંજુર

રાજકોટ તા.૧૭: ‘‘કૃતિ ઓનેલા'' પ્રોજેકટ સબંધે પાંચ કરોડની ખંડણી સબંધે મુંબઇના વયોવૃધ્‍ધ દંપતિની સાત દીવસની રીમાન્‍ડની માંગણી નામંજુર કરતો કોર્ટે હુકમ કરેલ છે.

રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્‍ટેશનમાં તા.૦૩-૫-૨૨૦૧૮ના રોજ ફરીયાદી નવિનભાઇ આત્‍મારામ બેલાણીએ ફરીયાદ નોંધાવેલ કે તેઓ ‘‘કૃતિ ઓનેલા'' નામે ૧૫૦ ફુટ રીંગરોડ, ઉપર બહુમાળી બીલ્‍ડીંગ બનાવતા હોય જેથી આરોપી નરેન્‍દ્રભાઇ મગનલાલ શાહ તથા તેમના પત્‍ની શ્રીમતી વર્ષાબેન નરેન્‍દ્રભાઇ શાહના કહેવાથી પાંચ અજાણ્‍યા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી તથા સાહેદને ‘‘કૃતિ ઓનેલા''ની સાઇટ બહાર પ્રોજેકટ પુરો કરવા માટે તથા વાંધાઓ હટાવી લેવા માટે બળજબરીપૂર્વક પાંચ કરોડની માંગણી કરેલ અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની હકિકત જણાવેલ આ કામમાં મુંબઇ નિવાસી વયોવૃધ્‍ધ દંપતીએ સેશન્‍સ અદાલતમાં આગોતરા જામીનનો હુકમ મેળવેલ હતો.

આ કામના તપાસનીશ અધિકારીએ સાત દિવસના પોલીસ કસ્‍ટડી મેળવવા માટે માત્ર નરેન્‍દ્રભાઇ મગનલાલ શાહ સામે અરજી કરેલ અને તપાસનીશ અધિકારી તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર શ્રી વી.એસ.વણજારા દ્વારા જાતે દલીલ કરવામાં આવેલ હતી.

કોર્ટ દ્વારા તપાસનીશ અધિકારી રજુઆત પોલીસ તપાસના કાગળો તથા બચાવપક્ષના વકીલશ્રીના રજુઆતને ધ્‍યાને લઇને એવા મંતવ્‍ય ઉપર આવેલ કે સમગ્ર પોલીસ પેપર્સ ધ્‍યાને લેવામાં આવે તો તપાસમાં આક્ષેપ સિવાય આરોપીઓને આવા પાંચ વ્‍યક્‍તિઓ સાથે સાંકળતો કોઇ પુરાવો પ્રથમ દર્શનીય રીતે પણ પોલીસ રેકર્ડ ઉપર લાવી શકી નથી. તેમજ તપાસનીશ અધિકારીની કેસ ડાયરી જોતા જેમાં અન્‍ય કોઇ તપાસ વાહન શોધવાના કોઇ પ્રયત્‍ન કરેલ નથી તેમજ મોડી ફરીયાદ અંગેનો કોઇ ખુલાસો જોવા મળતો નથી તેમજ કોઇ તટસ્‍થ પુરાવો તપાસનીશ એજન્‍સી શોધી શકી ન હોય જેથી ધારણા ઉપર રીમાન્‍ડ મંજુર થઇ શકે નહીં તેમજ રીમાન્‍ડના અમુક કારણો ઉડાઉ તેમજ કોઇપણ પાયવગરની જણાય છે તેમજ ફરીયાદીની  ફરીયાદીમાં કેટલી સાત્‍યતતા છે તે ચકાસવાની જરૂર છે. આરોપીની ગેરહાજરીમાં તપાસ થઇ શકે તેમ છે તેમજ તપાસમાં આરોપીની પ્રયત્‍ક્ષ હાજરી અનિવાર્ય છે તે અંગે કોઇ કારણ જણાવેલ નથી જેથી કાયદાકીય પરીસ્‍થિતી કેસની હકિકતો તેમજ ગુજરાત હાઇકોર્ટ તથા નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની કાયદાકીય પરીસ્‍થિતીને લક્ષમાં લઇને રાજકોટના. જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્ર ફર્સ્‍ટ કલાસ (મેઇન) લલિત ડી.વાધે રીમાન્‍ડ અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.

 આ કામમાં આરોપીઓના એડવોકેટ દરજજે શ્રી લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ.દક્ષીણી,યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્‍દ્ર ગઢવી,હીતેષ ગોહેલ, મનીષ ગુરૂંગ, નિશાંત જોષી, પાર્થ પી.ચૌહાણ રોકાયેલા હતા.

(4:21 pm IST)