રાજકોટ સીટી વૂમન્સ કલબના બહેનો માટેકોમેડી નાટકઃ રૂપિયાની રાણી ને ડોલરીયો રાજા
રાજકોટ તા ૧૭ : સીટી જૂમન્સ કલબના સભ્ય બહેનો માટે એક કોમેડી નાટક તા.૧૪ ના સોમવારેબપોરે ૩ કલાકે હેમુ ગઢવી હોલ ખાત. ‘‘રૂપિયાની રાણી ને ડોલરીયો રાજા'' રાણી છાપ ખણખણતું મનોરંજન પીરસ્તુ નાટક જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું અમેરિકામાં રહી પણ માતૃભૂમિને ન ભૂલી પોતાના વડીલો વચન નો વાચ્ચા આપતુ ફૂલ ગુલાબી કોમેડી નાટક યોજાયેલ છે.
આ કોમેડી નાટકના નિર્માતા ભાવિક શાહ, નિર્માણ નિયોજક અલપ્ના મજમુદાર, લેખક હિરેન આનંદર, દિગ્દર્શક નિશિથ બ્રહ્મભટ્ટ અને કલાકારો-અલ્પના મજમુદાર, મમતા ભાવસાર, નંદિની મહેતા, જે.ડી. ગોૈરાંગ, ગોપાલ બારોટ, કશ્યપ પાઠક, સોૈરભ પાંડે, તનમય બરસાણી, અન. નિશિથ બ્રહ્મભટ્ટ નવ નવ કલાકારો પોતાની કલા પીરસશે.
આયોજનને સસફળ બનાવવા રાજકોટ સીટી વૂમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી ઇન્દીરાબેન ઉદાણી, જોઇન્ટ સેક્રેટરી દર્શના મહેતા,,ઉપપ્રમુખ મીનાબેન વસા, નીતા મહેતા, પ્રિતિબેન ગાંધી, કલ્પનાબેન પારેખ,દીનાબેન મોદી, અલ્કાબેન ગોસાઇ, જયશ્રીબેન ટોળીયા વગેરે જોડાયા છે.