રાજકોટ
News of Monday, 17th September 2018

ત્રિકોણબાગ કા રાજામાં આજે રાત્રે લોકડાયરોઃ કાલે આરતી સુશોભન

રાજકોટઃ ''ત્રિકોણબાગ કા રાજા''ની મહાઆરતી, દર્શન, પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. ગઈકાલે સ્વર સાધના વેરાયટી- શોને વ્યાપક પ્રતિસાદ મળેલ. આજે રાત્રે ત્રિકોણબાગ કા રાજાના દરબારમાં વિશાલ વરૂ ગ્રુપ પ્રસ્તુત કસુંબલ લોકડાયરો તેમજ કાલે મંગળવારે સાંજે બહેનોની આરતી સુશોભન સ્પર્ધા અને રાત્રે ઈસ્કોન અને આર્ટ ઓફ લીવીંગના ભકિતભીના કાર્યક્રમો યોજાયા છે. આયોજનમાં જીમ્મી અડવાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:37 pm IST)