રાજકોટ
News of Wednesday, 17th August 2022

રાજકોટના લોકમેળાની અત્‍યંત મહત્‍વની બાબતોઃ કલેકટર દ્વારા પત્રકાર પરિષદમાં જાહેરાતઃ યાંત્રીક રાઇડસનું દર કલાકે ચેકીંગ ચાલૂ રહેશેઃ ૧ર૦૦નું પોલીસ દળઃ ૭૮ સ્‍થળે પાર્કિંગ... લોકોને શાંતિપૂર્વક મેળો મહાલવા અરૂણ મહેશ બાબુની અપીલ

રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ પત્રકાર પરીષદમાં મહત્‍વની બાબતોની જાહેરાત કરી હતી, યાંત્રીક રાઇડસ તમામનું ઇલેકટ્રીક એન્‍જીનીયર અને તેમની ટીમ દ્વારા દર કલાકે ચેકીંગ ચાલુ રહેશે તેમ ઉમેર્યુ હતું. તો લોક સલામત રીતે મેળામાં ફરી શકે તે માટે ૧ર૦૦ નું ખાસ પોલીસ દળ અને ૧૮ સ્‍થળે પાર્કીંગ વ્‍યવસ્‍થાની જાહેરાત કરી હતી, કલેકટરે લોકોને પ દિવસ આનંદથી મેળો માણવા અને શાંતિપ્રીય રીતે મેળામાં ફરવા... આનંદના મોજ સાગરમાં ડૂબી જવા વેકસીનના બે ડોઝ લઇને અચૂક આવવા સહિતની અપીલ પણ કરી હતી.
*  પત્રકાર પરીષદમાં કલેકટર ઉપરાંત એડી.  કલેકટર શ્રી કેતનભાઇ ઠકકર, સીટી પ્રાંત-૧ શ્રી ચૌધરી, સીટી પ્રાંત-ર શ્રી  સંદીપ વર્મા, સીટી પ્રાંત-૩ શ્રી દેસાઇ, મામલતદાર શ્રી જાનકી પટેલ, શ્રી કથીરીયા, નાયબ મામલતદાર શ્રી દૂલેરા, કલાર્ક પરમાર સહિતના હાજર રહ્યા હતાં.
*  મેળાનું ઉદઘાટન સાંજે પ વાગ્‍યે મુખ્‍યમંત્રીના હસ્‍તે થશે.
*  મેળા માટે ૧૮ જેટલી કન્‍ટ્રોલ સમિતિ... તેમના પણ અલગ કન્‍ટ્રોલ-રૂમ રહેશે.
*  મેળામાં કલેકટર-પોલીસ કમિશનર સહિત ૪ મુખ્‍ય કન્‍ટ્રોલ રૂમ...
*  રમકડા - યાંત્રીક - આઇસ્‍ક્રીમ - ખાણીપીણી સહિત કુલ ૩૩૬ સ્‍ટોલ... તમામ વેચાઇ ગયા.
*  મેળામાં ૩૦ સરકારી સ્‍ટોલ રહેશે. જેમાં કેન્‍દ્ર-ગુજરાત સરકારની યોજનાના સ્‍ટોલ, માહિતી ખાતુ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, ઇન્‍ટેક્ષ-સી. રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન, પોલીસ તંત્રનો શષા ડીસ્‍પ્‍લે સ્‍ટોલ, સામાજીક ન્‍યાય સોશ્‍યલ ડીફેન્‍સ સ્‍ટોલ, નાગરીક પુરવઠા તથા રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારીનો સ્‍ટોલ, સહિતના સ્‍ટોલ રહેશે.
*  ફીકસ ટોયલેટ, મોબાઇલ ટોયલેટ, તથા અમદાવાદથી વધારાના ગેમલેટની વ્‍યવસ્‍થા કરાઇ...
*  પાણી પુરવઠા મેળાની અંદર - બહાર પાંચ સ્‍થળે પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરશે.
*  દરરોજ રાત્રે ૧ર વાગ્‍યે કોર્પોરેશનના સફાઇ કામદારો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાશે, સમગ્ર મેળામાં ડસ્‍ટબીન રહેશે, લોકોને ડસ્‍ટબીનમાં કચરો નાખવા અપીલ...
*  ર૪ કલાક સીસી ટીવી કેમેરા-લાઇવ વિડીયો મોનીટરીંગ રહેશે, પોલીસ સીસીટીવી કેમેરાનું સતત નિરીક્ષણ કરશે.
*  રાજકોટ પોલીસ દ્વારા ૧ર૦૦ થી વધુનું પોલીસ દળ રહેશે જેમાં ૩ ડીસીપી, ૧૦-એસીપી, ર૮ પીઆઇ, ૮૦ પીએસઆઇ, ૧ હજાર પોલીસ કોન્‍સ્‍ટેબલ, એસઆરપીના ૮૦ જવાનો તથા કલેકટર તંત્ર તરફથી ૧૦૦ જેટલા પ્રાયવેટ સિકયોરીટીના જવાનો પાંચ દિવસ તૈનાત રહેશે.
*  ફાયર સેફટી માટે મેળાની બહાર ત્રણ ગાડી તો મેળાની અંદર પણ ર થી ૩ ગાડી રહેશે.
*  ૧૮ સ્‍થળે પાર્કીંગ સ્‍પેલની વ્‍યવસ્‍થા...
*  યાંત્રીકના ચેકીંગ માટે ર૪ કલાક કન્‍ટ્રોલ રૂમ અને મીકેનીકલ ટીમ દ્વારા રાઉન્‍ડ ધ કલોક ચેકીંગ
*  મેળામાં રવિવાર સુધી દરરોજ સાંજે ૪ કલાકના સાંસ્‍કૃતિક કાર્યક્રમો રાત્રે ૧૦ સુધી યોજાશે.
*  લોકમેળાની આવકમાંથી કલેકટર તંત્ર મુખ્‍યમંત્રીના ડીઝાસ્‍ટર ફંડમાં પ૧ લાખ ઉપરાંત, કમિટીએ ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુરની ઐતિહાસિક વાવ, પથીકાશ્રમ, સમાજ સુરક્ષા કેમ્‍પ માટે, ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીનો, યુનિ.માં કોચીંગ માટે, પંચનાથ, ટ્રસ્‍ટ હોસ્‍પીટલે, કીડની હોસ્‍પીટલ માટે, દિવ્‍યાંગ બાળકોને માટે વ્‍હીલચેર માટે તથા રાજકોટ જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળને પણ ફંડ અપાશે.
*  વરસાદ તૂટી પડે તો પ્રજા માટે બે મોટા ડોમ મુખ્‍ય સ્‍ટેજ પાસે તો કલેકટરના મુખ્‍ય કન્‍ટ્રોલ રૂમ પાસે બનાવાયા છે.
કલેકટરે અંતમાં લોકોને મનભરીને શાંતિપૂર્વક મેળો મહાલવા અપીલ કરી હતી.

 

(4:47 pm IST)