વિવેકાનંદ ઇન્સ્ટી. દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી
વિવેકાનંદ ઇન્સ્ટિયુટ ઓફ હોટેલ અને ટુરિઝમ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રના ૭પ મા સ્વતંત્રતા દિવસ ''આઝાદી કા અમૃત મહોત્સવ'' નિમિત્તે ૭પ પ્રકારની આંતરરાષ્ટ્રીય બ્રેડ ૭પ પ્રકારની ખીર અને ૭પ પ્રકારના નેપકિન ફોલ્ડની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી હતી. જે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા અને તેમને સફળતાના ભાવિ માર્ગ માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવણીમાં રાજકોટના મહારાણી સાહેબા, શ્રીમતી કાદમ્બરી દેવીજી યુવરાણી સાહેબા શ્રીમતી શિવાત્મિકા દેવીજી પ્રોફેસર ડો. કલાધર આર્ય. ડાયરેકટર, શ્ઞ્ઘ્ ણ્ય્ઝ્રઘ્, શ્રીમતી અંજના કલાધર આર્ય અને ડો. ગીતાબેન ગીડા, ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી હાજર રહ્યા હતા. સંસ્થા વતી સંસ્થાના ચેરમેન રમેશભાઇ મોહનાની દ્વારા સૌનું અભિવાદન કરવામાં આવ્યું હતું.