રાજકોટ
News of Saturday, 17th August 2019

વોર્ડ નં. ૧૦ના કાલાવાડ રોડ વિસ્તાર પેવીંગ બ્લોકથી મઢાશેઃ ખાતમુહુર્ત

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૦ના કાલાવાડ રોડ ઉપર આવેલ ર૪ કેરેટ એપાર્ટમેન્ટ આસપાસના વિસ્તારમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકનું કામ મંજુર થતા આ કામનું ખાતમુહુર્ત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર તથા સોસાયટીના પ્રમુખ મહેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રદેશ કોંગી અગ્રણી મહેશભાઇ રાજપુત, શહેર સેવા દળના અધ્યક્ષ ભાવેશભાઇ ખાચરીયા, કોંગ્રેસ મહામંત્રી ડી.બી.ગોહીલ, અંકુર માવાણી, નિલેશભાઇ વિરાણી, કિશોરસિંહ જાડેજા, રમેશભાઇ તલાટીયા, રાજુભાઇ લોઢીયા ઉપરાંત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, કોર્પોરેટર જયાબેન ટાંક, સ્થાનીક આગેવાનો વિજયભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ પારેખ, દક્ષેશભાઇ ઠાકર, કિરીટભાઇ સુચક, મનુભાઇ અજાણી, મહિલા અગ્રણીઓ મીનાબા વાઘેલા, મીનાબેન પટેલ, પ્રિતીબેન ઠાકર, નિતાબેન પારેખ, નીતાબેન કાલરીયા વગેરે બહોળી સંખ્યામાં સ્થાનીકો ઉપસ્થિત રહયા હતા.

(3:46 pm IST)