રાજકોટ
News of Saturday, 17th August 2019

ઢેબર રોડ અટિકા સત્યનારાયણ સોસાયટી ૪૦ ફુટ રોડ પર ગંદકીના ગંજ

રાજકોટઃ શહેરના ઢેબર રોડ અટિકા ૪૦ ફુટ રોડ પર જેટકો પાવર સબ સ્ટેશન પાસે લાલ બહાદુર સોસાયટી નજીક છેલ્લા ઘણા દિવસોથી ગંદકીના ગંજ ખડકાયા છે.  બહારના લોકો રાતના સમયે અહિ કચરા ઠાલવીને જતાં રહે છે. આ કારણે અહિ અસહ્ય દૂર્ગંધ આસપાસના રહેવાસીઓને સહન કરવી પડે છે. અનેક વખત આ વિસ્તારના લોકોએ ફરિયાદો કરી છે પરંતુ ઉકેલ આવ્યો નથી. જો સફાઇ નહિ થાય અને કાયમી ધોરણે અહિ થતી ગંદકી અટકાવવામાં નહિ આવે તો રોગચાળો ફાટી નીકળે તેવો ભય છે. વિસ્તારના નગરસેવકો અને મ્યુ. કોર્પોરેશન તંત્ર રહેવાસીઓની આ સમસ્યા સત્વરે દૂર કરે તેવી લાગણી અને માંગણી છે.

(1:24 pm IST)