રાજકોટ
News of Friday, 17th August 2018

શિવ ઉત્સવ : ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા વાજપાયીજીને શ્રદ્ધાંજલી

રેસકોર્ષ ખાતે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ : આજે રાત્રે પાટીદાર સમાજના હસ્તે મહાઆરતી

રાજકોટ : રેસકોર્ષ ગ્રાઉન્ડ ખોત ટીમ ઈન્દ્રનીલ ફોર યુ તથા સર્વેસમાજ આયોજીત - સંકલિત - શિવધામ પરીસરમાં શિવ ઉત્સવનો દબદબાભેર તેજોમય ધાર્મિક ઉત્સવનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થઈ ગયેલ છે. કાર્યક્રમ શરૂ થતા પહેલા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈજીનું ગઈકાલે નિધન થતાં ભારતે એક નેક અને ઈમાનદાર સર્વેપક્ષને સમાન રાખનારા રાજનેતાની મોટી ખોટ પડી છે. તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા આ કાર્યક્રમમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

ગઈકાલે સવારે વિવિધ જ્ઞાતિના યજમાનો દ્વારા મહાયજ્ઞ તથા સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી કાર્યક્રમ પવિત્ર વાતાવરણ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધમધમતો હતો. સાંજની મહાઆરતીમાં બીએસએનએલ કચેરીના અધિકારીઓ શ્રી અશોકકુમાર ઉપાધ્યાય, બી.એ. મેનપરા, કે. ટી. મહેતા, એમ. કે. રાવળ, અશોકભાઈ હિંડોચા, આર. એ. વ્યાસ, શ્રીમતી નીરૂબેન સોલંકી, હર્ષિદાબેન ખજુરીયા, અંજનાબેન હીંડોચા, હિનાબેન શુકલ, રસીલાબેન રાઠોડ, મીનાબેન મહેતા, એમ. ડી. પરમાર, એમ. કે. ત્રિવેદી તથા કોર્પોરેટર સ્નેહાબેન દવે, રસીલાબેન ગેરૈયા, ગાયત્રીબેન ભટ્ટ અને સમાજના યજમાનપદે માલધારી સમાજ અને રામાનંદી સાધુ સમાજના ભાઈઓ તથા બહેનો હાજર રહેલા. જેમાં માલધારી સમાજના મચ્છાભાઈ ગોહેલ, રાજુભાઈ જુંજા, ભીખાભાઈ પડસારીયા, નીરવભાઈ ધોળકીયા, સેલાભાઈ ધોળકીયા, મનોજભાઈ ધોળકીયા, રાજુભાઈ ધોળકીયા, મયુરભાઈ ધોળકીયા, જીજ્ઞેશભાઈ કીહલા, ભાવેશભાઈ સાંગડીયા, તેજાભાઈ શીયાળીયા, ગોપાલભાઈ સરસીયા, રાણાભાઈ લોહ, સુરાભાઈ સામડ, પુંજાભાઈ મોરી, ગેલાભાઈ હણ, લખમણભાઈ, જયદીપભાઈ મોરી, કનુભાઈ ધીયડ, વિશાલભાઈ સિંધવ, નીતિનભાઈ રબારી, ભરતભાઈ રબારી, વિક્રમભાઈ રબારી અને રામાનંદી સમાજના પ્રમુખ નીખીલ નિમાવત, રાજેશભાઈ નિમાવત, હિતેશભાઈ નિમાવત, કૌશિકભાઈ દેવમુરારી, કલ્પેશભાઈ પૂર્ણવૈરાગી, દેવભાઈ નિમાવત, સુધીરભાઈ નિમાવત, સાધુ સમાજના મહંત શ્રી અવધેશબાપુ ટીલાવત, પ્રવિણભાઈ દેવમુરારી, વિનોદભાઈ કુબાવત, ગીતાબેન નિમાવત, વિમલભાઈ કીલજી, મુન્નાભાઈ ખોખારજી, વિપુલભાઈ કુબાવત, વિપુલભાઈ પૂર્ણવૈરાગી, કેતનભાઈ લશ્કરી, રજનીભાઈ રામાવત, રમેશભાઈ રામાવત, જીતેન્દ્રભાઈ વિષ્ણુસ્વામી, તેમજ ક્રિશ્ચન સમાજના શ્રી સબસ્ટીયન વર્ગીસ, સોનલીત વિલ્સન, એડવીન ડેવીસ, હિલેરી ડીસોઝા, મેક ડિસોઝા, જીમી જોસેફ, જોસેફ સબસ્ટીયનએ લાભ લીધેલ હતો.

રેસકોર્ષ શિવધામ ખાતે શિવ ઉત્સવ ધર્મોત્સવમાં ૨૫ ફૂટના અલૌકિક રૂદ્રાક્ષ પારા સાથે શિવલીંગનું અદ્દભૂત નિર્માણ કરવામાં આવેલ છે અને વિશાળ ડોમ (સમીયાણામાં) શહેરભરના ધર્મપ્રેમી નગરજનો - ભાવિકો શિવલીંગના દર્શન કરી શકે તેવી અદ્દભૂત વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ મહાઆરતી કાર્યક્રમ સંપન્ન બાદ ખ્યાતનામ કલાકારોનો ભજન - કિર્તન તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય આયોજક પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, સભ્યો વશરામભાઈ સાગઠીયા, મિતુલભાઈ દોંગા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, દર્શનીલબેન રાજયગુરૂ, ગાયત્રીબેન ભટ્ટ, પારૂલબેન ડેર, રસીલાબેન ગરૈયા, જાવેદ અઝીઝ, અભિષેકભાઈ તાળા, રાજુભાઈ જુંજા, કિશોરસિંહ જાડેજા, દિક્ષીતાબેન, ચિરાગભાઈ જસાણી, કમલેશભાઈ સાંગાણી, હેમંતભાઈ વીરડા, અમીષાબેન ગોહેલ, ડોલીબેન, હર્ષાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, યોગીતાબેન વાડોલીયા, યુનુસભાઈ જુણેજા, હારૂનભાઈ ડાકોરા, હર્ષદભાઈ, ઈમરાનભાઈ પરમાર, સાહીલભાઈ ચૌહાણ, એઝાઝભાઈ, કેવલભાઈ, સલીમભાઈ કારીયાણી, બશીરભાઈ, શોએબભાઈ, હસુભાઈ બાંભણીયા, નિલેશ વિરાણી, અંકુર માવાણી, જીતેન્દ્રભાઈ ઠાકર, જયોત્સનાબેન ભટ્ટી, જયાબેન ચૌહાણ, રીટાબેન વડેચા, ભાસ્કરભાઈ પંડ્યા, અમિતભાઈ ઠાકર, ભાવેશભાઈ પટેલ, અનિતાબેન ગોપલાણી, મનીષાબેન થાવરાણી, ગીરીરાજસિંહ જાડેજા, યજ્ઞેશભાઈ દવે, સંજયભાઈ વડેચા, તૃપ્તિબેન જોષી, કંચનબેન વાળા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ તકે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જણાવ્યુ હતું કે મહાદેવના મહિમાનંુ ભકિતભાવથી શ્રવણ કરવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ, જનજીવનમાં ઉપયોગી ભોળાનાથના અનેકગુણો જેવા કે ક્ષમા આપવી, સર્વ શકિતમાન છતાં સંયમી, સમાજનું ઝેર ગળે રાખવાની ક્ષમતા વગેરે ગુણોમાંથી થોડા અંશે આપના જીવનમાં આવિષ્કાર થાય તેવી ભકિત કરવી તે જ હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો મહિમા. માટે જ  અલૌકિક વાતાવરણમાં પવિત્ર શ્રાવણ માસમાં પવિત્ર રૂદ્રાક્ષથી બનેલા ૨૫ ફુટના શાસ્ત્રોકત વિધિ વિધાનથી સ્થાપિત શિવલીંગના દર્શન મહાઆરતી તેમજ સંસ્કૃતિ કાર્યક્રમ તા.૨૦ સુધી સવારે ૭ થી રાત્રે ૧૨ સુધી શહેરની ધર્મપ્રેમી જનતા લાભ લઈ શકશે. દરરોજ સવારે ૮ વાગ્યે શહેરની અલગ અલગ શાળાના બાળકો દ્વારા આરતી રાખવામાં આવેલ છે. ત્યારબાદ દરરોજ અલગ - અલગ જ્ઞાતિ યજમાનો દ્વારા અને વિદ્વાન આચાર્યો દ્વારા મહાયજ્ઞ અને સાંજે ૭:૩૦ વાગ્યે મહાઆરતી અને રાત્રે ૯ થી ૧૨ શ્રી દેવભટ્ટ જેવા નામી સીંગર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ લોકશાહીમાં ભાઈચારાની લાગણી જળવાઈ અને દરેક સમાજ સાથે રહે તે હેતુથી કાર્યક્રમની પૂર્ણાહૂતિ દરરોજ રાષ્ટ્રગાન કર્યા પછી કરવામાં આવશે. તો વધુમાં વધુ આ દરેક કાર્યક્રમ તથા દર્શનનો લાભ લેવા આ શિવ ઉત્સવના આયોજક શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જણાવ્યુ હતું.

આજની આરતીમાં યજમાનપદે પાટીદાર સમાજ રહેશે તો પાટીદાર સમાજને વધુમાં વધુ ભાઈઓ તથા બહેનો આ આરતીનો લાભ લે તેમ દરેક પાટીદાર સમાજના આગેવાનોને દરેક પાટીદાર સમાજને આમંત્રીત કરવા જણાવેલ હતું.

(3:46 pm IST)