રાજકોટ
News of Wednesday, 17th July 2019

હરિપર (પાળ)ના સામુદ્રીપાર્કની કરોડોની જમીનના વેચાણની રેવન્યુ રેકર્ડમાં થયેલ નોંધ માન્ય રાખતા જીલ્લા કલેકટર

રાજકોટ તા. ૧૭: હરિપર (પાળ)ની સામુદ્રીપાર્કની જમીનનો પ્લોટો કુલમુખત્યાર નામાને આધારે કુલમુખત્યાર સાકરબેન વેજાભાઇ રાવલીયાએ જુદા જુદા આસામીઓને પ્લોટનુ વેચાણ કરી દસ્તાવેજ કરી આપ્યા બાદ રેવન્યુ રેકર્ડમાં થયેલી નોંધોને જીલ્લા કલેકટર શ્રીએ માન્ય રાખીએપેલન્ટની અરજી નામંજુર કરેલ છે.

આ કેસની વિગત મુજબ રાજકોટ જિલ્લાના  લોધિકા તાલુકાના ગામ હરિપર (પાળ) ના રેવન્યુ સર્વે નં. ૧૭/૬ની સામુદ્રીપાર્ક તરીકે ઓળખાતી જમીન અંગે ભરતભાઇ પોલાભાઇ રાવલીયાએ બીન ખેડવાણ થયેલ પ્લોટના તમામ પ્રકારના વ્યવહારો કરવા માટે સાકરબેન વેજાભાઇ રાવલીયાને કુલમુખત્યારનામુ આપેલ હતુ. આ કુલમુખત્યારનામાને આધારે થયેલ વેચાણ દસ્તાવેજોની નોંધ રદ કરાવવા માટે ભરતભાઇ રાવલીયાએ નાયબ કલેકટર રાજકોટ સમક્ષ   અપીલ કરી હતી.

સદરહું અપીલમાં એપેલન્ટ ભરતભાઇ પોલાભાઇ રાવલીયા સફળ ન થતા રાજકોટના મહે. જીલ્લા કલેકટર સમક્ષ લેન્ડ અપીલ ૧૦૮(૬) કેસનંબર ૯૫/૨૦૧૮ થી દાખલ કરી દાદ માંગેલ કે સદરહું  મારી માલીકીની જમીન મારા કુલમુખત્યારે  વેચાણ કરી નાખેલ હોય આથી આ વેચાણ વ્યવહારો અંગે રેવન્યુ રેકર્ડની નોંધ રીવીઝનમાં લઇને રદ કરાવી આપવા દાદ માંગી હતી.

જીલ્લા કલેકટરે સદરહું કેસની ઉંડાણપુર્વક તપાસ કરવા નાયબ કલેકટરને હુકમ  કરેલ આ હુકમ પરથી પ્રસ્થાપીત થયેલ કે વેચાણ વ્યવહારો કુલમુખત્યાર દરજ્જે થયેલ છે. કુલમુખત્યારનામુ એપેલન્ટે  આપેલ છે તેવુ સ્વીકારતા હોય આથી આવા વ્યવહારો કાયદેસર હોવાનો રીપોર્ટ નાયબ કલેકટરે જીલ્લા કલેકટરને આપેલ હતો.

આ અહેવાલમાં એવી હકીકત પણ ધ્યાન ઉપર આવી હતી કે ભરતભાઇ પોલાભાઇ રાવલીયાએ સાકરબેન વેજાભાઇ રાવલીયા સામે બોગસ કુલમુખત્યારનામુ કરેલ છે તેમ જણાવી ફોજદારી ફરીયાદ ગોંડલની કોર્ટમાં રેગ્યુલર દિવાની કેસ નંબર ૧૧૯/૨૦૦૨ કરેલ જે દાવ ો વેચાણ દસ્તાવેજ રદ્દ બાતલ ઠરાવવા માટે કરેલ જે દાવો બીનશરતી પરત ખેંચી લીધો હતો તેમા સ્પષ્ટ જણાવેલ કે  આ વેચાણ દસ્તાવેજો અમોએ આપેલ કુલમુખત્યારનામાને આધારે થયેલ હોય  જેથી વેચાણ દસ્તાવેજ સામે અમોને કોઇ તકરાર રહેતી નથી.

આવી સ્પષ્ટ હકીકત હોવા છતા ભરતભાઇ પોલાભાઇ રાવલીયાએ સદરહું વેચાણ દસ્તાવેજોના આધારે ગામ દફતરે થયેલ નોંધ નં.૩૧૬૭ થી ૩૧૮૮ તથા નોંધ નં. ૩૧૯૫ થી ૩૨૧૬ રદ્દ કરાવવા રીવીઝન અરજી દાખલ કરેલી હતી.

સદરહું  રજુઆત બાદ જીલ્લા કલેકટર શ્રીએ આ કેસમાં એડવોકેટોની રજુઆત - દસ્તાવેજી પુરાવા રેવન્યુ રેકર્ડનો અભ્યાસ કરી પોતાના હુકમમાં જણાવેલ કે સદરહું નોંધો વેચાણ દસ્તાવેજ આધારીત નોંધો છે. રજીસ્ટ્રર વેચાણ વ્યવહારની ગામ દફતરે અમલવારી ફરજીયાત છે. જ્યા સુધી સક્ષમ  કોર્ટથી દસ્તાવેજો રદ ન થાય ત્યા સુધી ગામ દફતરે અમલવારી ચાલુ રહે. વિશેષમાં આ કામના એપેલન્ટે દસ્તાવેજો રદ કરવા જે દાવો કરેલ તે બીન શરતી પરત ખેચેલ છે.  તેમજ મામલતદાર લોધીકાએ વેચાણ દસ્તાવેજોના આધારેની નોંધો સમગ્ર પ્રક્રિયા  અનુસર્યા બાદ પ્રમાણીત કરેલ છે. આથી રજી.વેચાણ  દસ્તાવેજોના આધારે થયેલ રેવન્યુ રેકર્ડની નોંધો  અંગે રેવન્યુ ઓથોરીટી માલીકી કે ટાઇટલ નક્કી ન કરી શકે તેવુ સ્પષ્ટ તેમના હુકમમાં જણાવી એપેલન્ટની અપીલ રદ કરેલ છે.

આ કામમાં વેજાભાઇ રાવલીયા વિગેરે વતી એડવોકેટ આશુતોષભાઇ જોષી, કિશોરભાઇ સાકરીયા રોકાયા હતા.

(3:35 pm IST)