સામાકાંઠા વિસ્તારમાંથી ૧૧ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૪ હજારનો દંડ
રાજકોટ : મહાનગરપાલિકાના દ્વારા શહેરમાં પાન પીસના પ્લાસ્ટીકના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ જુનો મોરબી રોડ, સર્વિસ રોડ, આડા પેડક રોડ, ૮૦ ફુટ રોડ, ભાવનગર રોડ, પટેલનગર વગેરે ૧૮ દુકાનોમાંથી પાન પીસ, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા ૧૧.૨૫ કિલો જપ્ત કરી ૪૨૦૦નો દંડ વસુલવામાં આવ્યો છે. આ કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા તથા વોર્ડના એસ. આઈ. ડી. કે. સીંધવ, એમ. એ. વસાવા, એન. એમ. જાદવ, તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, પ્રશાંત વ્યાસ, પ્રતિક રાણાવસિયા, જે.બી.વોરા, એ. એફ. પઠાણ, આર.જે.પરમાર તથા ભુપત સોલંકી ધ્વારા કરવામાં આવેલ હતી.