News of Tuesday, 17th July 2018
રેલનગર અંડરબ્રીજમાં પાણી ભરાયુ નહીં: તંત્રને જબરજસ્ત સફળતા
નવી પાઈપ લાઈન-પમ્પીંગ મશીનની કમાલ
રાજકોટઃ. રેલનગર અંડરબ્રીજ ગત ચોમાસામાં સતત ૪ મહિના સુધી સ્વીમીંગ પૂલમાં ફેરવાયો હતો કેમ કે આ બ્રીજમાં વરસાદી પાણી ભરાઈ રહ્યુ હતુ. દરમિયાન આ વર્ષે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ આગમચેતીના પગલા રૂપે રેલનગર અંડરબ્રીજમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નવા પમ્પીંગ મશીનો અને ખાસ પાઈપ લાઈન નંખાવી હતી. પરિણામે ગઈરાત્રે ૭ ઈંચ વરસાદ થયો છતાં રેલનગર અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાયુ ન હતું અને ચાલુ વરસાદે પણ બ્રીજમાં વાહનોની આવ-જા થઈ શકી હતી. આમ આ બ્રીજને પાણીની સમસ્યામાંથી મુકત કરવામાં તંત્રને જબરજસ્ત સફળતા મળી હતી.
(3:48 pm IST)