રાજકોટ
News of Thursday, 17th June 2021

વોર્ડ નં.૧૩ના વિવિધ વિસ્તારો પેવિંગ બ્લોકથી મઢાશે

રાજકોટ, તા. ૧ર :  શહેરના જ્યાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ તેમજ ધારાસભ્યો દ્વારા વોર્ડ નં.૧૩માં ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલની ગ્રાન્ટમાંથી ગોંડલ રોડ, સદભાવના આશ્રમ,  પીપળીયા ભવન પાસેના વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડ નં.૧૩ના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય નીતિન રામાણી, કોર્પોરેટર સોનલબેન સેલારા, શહેર ભાજપમંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ ટોળીયા, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, હસુભાઈ ચોવટિયા, વોર્ડ પ્રમુખ કેતનભાઈ વાછાણી, વોર્ડમહામંત્રી ભરતભાઈ સવસેતા, સદભાવના આશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા, જીતુભાઈ સેલારા, શૈલેશભાઈ ડાંગર, તેમજ બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(4:05 pm IST)