રાજકોટ
News of Thursday, 17th June 2021

લોધીકાના રાતૈયા ગામની સીમમાં દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો પકડાયા

કાર અને બાઇક સહિત ૨ લાખનો મુદ્દામાલ કબ્જે : દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજકોટના અનીલસિંહ ઠાકુરની શોધ : લોધીકા પોલીસનો દરોડો

રાજકોટ તા. ૧૭ : લોધીકાના રાતૈયા ગામની સીમમાં દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને લોધીકા પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે રાજકોટના સપ્લાયરની શોધખોળ હાથ ધરાઇ છે.

રાતૈયા ગામની સીમમાં શૈલેષ ઉર્ફે મહાદેવ મકવાણાની વાડીમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતા લોધીકાના પીએસઆઇ એચ.એમ.ધાંધલ તથા મહિલા પીએસઆઇ કે.એ.જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નંગ ૮૫, કિં. ૪૪૮૦૦, એક કાર, બે બાઇક તથા ૪ મોબાઇલ મળી કુલ રૂ. ૨,૦૦,૩૦૦ના મુદ્દામાલ સાથે વાડી માલીક શૈલેષ ઉર્ફે મહાદેવ સુખાભાઇ મકવાણા રે. મૂળ ગામ રાતૈયા હાલ મેટોડા, અશોક સુખાભાઇ સીપરીયા રે. રાતૈયા તથા જયદીપ ઉર્ફે લાલો પ્રતાપભાઇ નિમાવત રે. ભગવતીપરા શેરી નં. ૮ રાજકોટને ઝડપી લીધા હતા. આ ત્રણેયએ દારૂનો જથ્થો રાજકોટના અનીલસિંહ ઠાકુર પાસેથી લીધાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં લોધીકા પોલીસના હેડ કોન્સ. ગીરીશભાઇ મકવાણા, મનેશભાઇ જોગરાદીયા, પો.કો. લગધીરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, ભોજાભાઇ, શિવભદ્રસિંહ ગોહિલ, જયરાજભાઇ સોનારા, મહીદીપસિંહ જાડેજા તથા વનરાજભાઇ બાવળીયા રોકાયા હતા.

(11:31 am IST)