રાજકોટ
News of Thursday, 17th June 2021

પતિએ કહ્યું -તારા જેવી રાજકોટ-જૂનાગઢ-ભાવનગરમાં અનેક સાથે સંબંધ: રાજકોટના ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂને ત્રાસ

પરિણીતાએ પોતાના પતિ સાસુ સસરા તેમજ ત્રણ નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

રાજકોટ : શહેરમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સાસુ સસરા તેમજ ત્રણ નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં પોતાના પતિ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મારા પતિએ મને કહ્યું હતું કે, 'મારે તારી જરૂર નથી તારા જેવી રાજકોટ જૂનાગઢ ભાવનગરની ઘણી છોકરીઓ સાથે પણ સંબંધ ધરાવું છું, જેથી હવે મને ફોન કરતી નહીં.'

પ્રાપ્ત માહિતી અનુસાર, નાના મોવા રોડ પર રહેતી પરિણીતાએ ભાવનગર આરટીઓ સર્કલ પાસે રહેતા પતિ ભરતભાઈ, સસરા દિલીપભાઈ, સાસુ હંસાબેન, નણંદ ગીતાબેન, જ્યોતિબેન તેમજ આરાધના બેન વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન પાંચ વર્ષ પહેલા ભાવનગર ખાતે રહેતા ભરતભાઈ દિલીપભાઈ મકવાણા નામના વ્યક્તિ સાથે જ્ઞાતિના રિવાજ મુજબ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રાજકોટની મોટેલ ધ વિલેજ ખાતે થયા હતા.

લગ્ન બાદ હું મારા સાસરીયે સહકુટુંબ માં રહેતી હતી. મારા સસરાને પ્લાસ્ટિકના કારખાના હોય તેવો મોટા ઉદ્યોગપતિ છે. લગ્ન બાદ મેં જેટલા મહિના મને સાસરિયામાં સારી રીતે રાખી હતી ત્યારબાદ મારા નણંદ જ્યોતિબેન કે જેવો રિસામણે આવ્યા હતા તેમજ અન્ય નણંદે પણ મારા વિરુદ્ધ મારા સાસુ ને કાન ભંભેરણી કરવાનું ચાલુ કર્યું હતું તેમજ મારી સાથે ઝઘડો કરવાનો પણ ચાલુ કર્યું હતું.

મને મારા સાસરિયામાં રસોઈ કરતા આવડતું નથી ઢંગથી કપડાં પહેરતા આવડતા નથી, સાડી પહેરતા આવડતી નથી, તેમજ કાળી છો એવા મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તો સાથે જ કહેતા હતા કે તારા માવતર મારા રૂપિયા જોઈ દીકરી આપી દીધી છે. અમારું સ્ટેટસ મુજબ અમારૂ માન સન્માન જાળવ્યું નથી.

પ્રથમ દિવાળી એ મારાથી મોડું થઈ જતા ઘરે આવેલા મહેમાનોની હાજરીમાં મારા સાસરિયાઓએ મેણા ટોણા મારતા કહ્યું હતું કે તો સંસ્કાર વગરની છો તારા મા-બાપે તને કંઈ શીખવેલ નથી. તો સાથે જ મારા પિતાએ મને આપેલ સોનાના દાગીના તથા પાંચ લાખની ફિક્સ ડિપોઝીટ મારા સસરા એ આપણા ધંધામાં ગમે ત્યારે ઈન્કમટેક્ષની રેડ પડશે તેમ કહીને તેમણે રોકડ તેમજ દાગીના મારી પાસેથી લઈ લીધા હતા.

મારા સસરા એ મારી મમ્મી ને કહ્યું હતું કે તમારી દીકરીને મારી ખુશી ટૂંકી પડે છે તેને કલેક્ટર બનાવો તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. તો સાથે જ મારા પતિએ જણાવ્યું હતું કે મારે તારી જરૂર નથી તારા જેવી રાજકોટ જૂનાગઢ ભાવનગર ની ઘણી છોકરીઓ સાથે પણ સંબંધ ધરાવું છું જેથી હવે મને ફોન કરતી નહીં.

(3:04 pm IST)