રાજકોટ
News of Monday, 17th June 2019

૨૧ જુને વર્લ્ડ મ્યુઝીક-ડેઃ ૧૦૪થી વધુ દેશોમાં આ દિવસ ઉજવાય છે

આ પર્વનો પ્રારંભ ૧૯૮૨માં ફાન્સમાં થયો'તો

રાજકોટઃ તા.૧૭, સંગીત વિશ્વને નજીક લાવે છે. ફકત શબ્દો જ નહી, દરેક લાગણીઓ વ્યકત કરવા માટે નોંધો, ગીતો અને ધૂન છે. તેના મહત્વને ચિન્હિત કરવા માટે સમગ્ર વિશ્વમાં સંગીત પ્રેમીઓ દર વર્ષે ૨૧ મી જુને વર્લ્ડ મ્યુઝિક ડે ઉજવવા માટે ભેગા મળે છે.

આ દિવસ ને ફેટે ડેલા મ્યુઝિક (Fete Dela Musique) તરીકે પણ ઓળખવા માં આવે છે. આ તહેવાર ની શરૂઆત ૧૯૮૨ માં ફ્રાન્સમાં થઇ હતી. ત્યાર પછીથી આ વિચાર વિશ્વભરમાં ફેલાયો હતો અને હવે તે ૧૦૪ થી વધુ દેશો માંને પ૧૪ શહેરો માં ઉજવાય છે. આ તહેવાર ઉનાળા તો મહત્વપૂર્ણ ઉત્સવ છે. આ દિવસ સંગીતના મહત્વ પર પ્રકાશ પાડે છે અને લોકોને સરહદોની સાથે જોડવામાં સહાય કરે છે. વિવિધ સંગીતકારો આ દિવસે  સંગીત ની શકિતને એક અલગ પ્રકારે અભિવ્યકિત કરે છે. ઉભરતા ગાયક અને યુવાન સંગીતકારો, પોતાના સંગીતવાધો દ્વારા અલગ અલગ મનોરંજન ક્ષેત્રમાં કે જાહેરમાં વગાડીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. ધીમે ધીમે પોપ સંસ્કૃતીનો આ ભાગ બની રહ્યું છે. તેમ એસ્ટયુટ ઇવેન્ટસના શ્રી દર્શીત પરસાણા (મો. ૯૭૨૭૮ ૭૪૯૯૦)ની યાદીમાં જણાવાયું છે. 

(4:30 pm IST)