News of Monday, 17th June 2019
લક્ષ્મીનગરમાં મહેબુબ ઉર્ફે બેરો દારૂની ૪૮ બોટલ સાથે પકડાયો
રાજકોટ તા. ૧૭: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વેલુભા ઝાલા, હેડ કોન્સ. દિગ્પાલસિંહ જાડેજા, મસરીભાઇ, ભાગ્યફેશભાઇ, નિરેનભાઇ, કુલદીપસિંહ, મયુરસિંહ, હરપાલસિંહ, ભાવિનભાઇ અને જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મસરીભાઇ, ભાગ્યેશભાઇ અને નિરેનભાઇને નંબર વગરના એકટીવામાં મહેબુબ ઉર્ફે બેરો અલ્લારખાભાઇ અજમેરી (ઉ.વ.૪૦) (રહે. મેરામબાપાની વાડી શેરી નં. ૩, ગંજીવાડા) ને દારૂની રૂ. ર૬,૪૦૦ની ૪૮ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(4:08 pm IST)