રાજકોટ
News of Monday, 17th May 2021

રાજકોટ જીલ્લામાં જસદણ-વિંછીયા પંથક હાઇએલર્ટ ઉપર : તંત્ર દ્વારા તકેદારીના પગલા

વાવાઝોડુ-અમરેલી જીલ્લાને ધમરોળ્યા બાદ જસદણ-વિંછીયા ઉપરથી પસાર થવાની સંભાવના હોય પ્રાંત અધિકારી ગલ્ચર દ્વારા યુદ્ધના ધોરણે પગલા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૭ :  તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્રનાં સાગરકાંઠા અને બીજા વિસ્તારને ધમરોળવા આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં જસદણ વિંછીયા તાલુકાને જીલ્લામાં સૌથી વધારે ''હાઇ એલર્ટ'' પર મુકવામાં આવ્યું હોય સ્થાનિક પ્રાંત અધિકારી ગલ્ચરે તકેદારીના પગલા ભરી જસદણ વિંછીયા વિસ્તારમાં આશરે પ૦૦ લોકોનું સ્થળાંતર કરી તકેદારીના પગલાઓ ભર્યા છે.

વાવાઝોડુ અમેરલી જિલ્લામાંથી થઇ જસદણ ઉપરથી આગળ વધવાનું હોય પ્રાંત અધિકારી પ્રિયાંક ગલ્ચરે ૧૦ ગામોના અલગ-અલગ વિભાગો પાડી દસ ગામ વચ્ચે એક-એક નાયબ મામલતદારને જવાબદારી સોંપી દીધી છે. સ્થાનિક સરપંચો સહિત આગેવાનો જે તેન નાયમ મામલતદાર સાથે સંકલન કરી કોઇપણ આકસ્મિક જરૂરીયાત ઉભી થાય તો તાત્કાલિક મદદ પહોંચડાી શકાય.

હાલ જુદા જુદા ગામોમાં ઝૂપડામાં રહેતા લોકોને સરકારી સ્કુલો અને બીજા સલામત સ્થળે ખસેડી દીધા છે.

(3:07 pm IST)