રાજકોટ
News of Friday, 17th May 2019

મ્યુ. કોર્ર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ભવ્ય ઉજવણી

 રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ. જેમાં રાજકોટના શહેરીજેનો ડેન્ગ્યુરોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ઉત્પતિ અટકાયતી પગલા વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝવિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ. જેમાં લાભાર્થીને મચ્છર, મચ્છરના પોશના જીવંત નિદર્શન, પત્રીકા, બેનર અને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલા વિશે માહિતીગાર કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અંદાજીત ૬૩૬૦ લાભાર્થીઓને ડેન્ગ્યુરોગ વિષયક માહિતી આપવામાં આવેલ તથા રાજકોટ મહાનગરપાલિકાની તમામ LED સ્કીન પર જાહેરાત પ્રદર્શિત કરવામાં આવેલ. ડેન્ગ્યુરોગ વિશે માહિતી મળી રહે તે પ્રશાંત ઇન્ડસ્ટ્રીઝ- મવડી મેઇન રોડ, આનંદ બંગલા ચોકની બાજુમાં તથા ભવાની ઇન્ડસ્ટ્રીઝ-ભાવનગર રોડ ખાતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી માટે કમિશ્નર બંછાનિધિપાની તથા નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાની સુચના અન્વયે આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ડો. હિરેન વિસાણી, બાયોલોજી વૈશાલી રાઠોડ તથા ઇચા, મેલેરિયા ઇન્સ્પેકટર રૂપલબેન સોલંકી, દિલીપદાન નાંધુ, પિનાકીન પરમાર તથા તમામ સુપિરિયરફિલ્ડ વર્કર અને ફિલ્ડ વર્ક દ્વારા કામગીરી કરવામાં આવેલ.

(3:49 pm IST)