રાજકોટ
News of Thursday, 17th May 2018

ભગવતીપરાના બદ્રી પાર્ક વિસ્તારમાં રોડ-રસ્તા બનાવો

મતદાર એકતા મંચ દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા. ૧૭ : શહેરના વોર્ડ નં.૪માં ભગવતીપરાના બદ્રી પાર્ક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ-રસ્તાની બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ચોમાસા પૂર્વે રોડ-રસ્તા બનાવવા, મતદાર એકતા મંચના વોર્ડ નં.૪ના કન્વીર દ્વારા મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે.

(4:38 pm IST)