રાજકોટ
News of Thursday, 17th May 2018

શીતલ પાર્ક પાસેથી રીક્ષામાં દારૂની ૧૨૦ બોટલ સાથે દાઉદ ઉર્ફે ભયલો પકડાયો

રાજકોટ તા.૧૭ : લાખના બંગલા પાસે શિતલપાર્ક મેઇન રોડ પરથી બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી રીક્ષામાંથી દારૂની ૧૨૦ બોટલ સાથે ફકીર શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ ભાટુના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એન.વાઘેલા, હેડ કોન્સ. પ્રવિણભાઇ મકવાણા, યુવરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ પટેલ, વનરાજભાઇ લાવડીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે યુવરાજસિંહ તથા શૈલેષભાઇ પટેલને મળેલી બાતમીના આધારે લાખના બંગલા પાસે શિતલપાર્ક મેઇન રોડ પર એરપોર્ટની દિવાલ પાસેથી જીજે૨૩ યુ ૩૧૦૩ નંબરની રીક્ષામાંથી દારૂની ૧૨૦ બોટલ સાથે ભગવતીપરા અશાબા પીરની દરગાહ વાળો મેઇન રોડ પર રહેતો દાઉદ ઉર્ફે ભયલો કાદીર મહમદભાઇ શાહ મદાર (ઉ.૨૭) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

કેવલમ કવાર્ટર પાસે દારૂ સાથે દિપક પકડાયો

યુનિવર્સીટી પોલીસ મથકના પીએસઆઇ બી.જે.કડછા તથા રવિરાજસિંહ સહિતના સ્ટાફે બાતમીના આધારે પુષ્કરધામ મેઇન રોડ કેવલમ આર.એમ.સી કવાર્ટર પાસે દરોડો પાડી દિપક ભગવાનજીભાઇ પાલા (ઉ.૩૧) રહે.મુંજકા ગામ)ને દારૂની બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:35 pm IST)