રાજકોટ
News of Thursday, 17th May 2018

કાલે કે. ડી. ભાલોડિયાનો જન્મદિન,આજે સામાન્ય સભામાં વિદાયમાન

ડી.ડી.ઓ.ના પી.એ.ની સેવાને સામાન્ય સભાએ બિરદાવી નિવૃતિ વિદાયમાન આપ્યાની ઐતિહાસિક ઘટના

રાજકોટ તા. ૧૭ :.. જિલ્લા પંચાયતના વિકાસ અધિકારીના અંગત મદદનિશ શ્રી કાંતિભાઇ ભાલોડીયાનો આવતીકાલે ૧૮ મે એ જન્મદિન છે. કાલે તેઓ પ૯ માં વર્ષમાં પ્રવેશ કરશે. તા. ૩૧ મીએ તેઓ નિવૃત થઇ રહ્યા છે. આજે પંચાયત પ્રમુખ નિલેષ વિરાણીની અધ્યક્ષતામાં મળેલ. સામાન્ય સભામાં તેમની દીર્ધકાલીન સેવાને બીરાદાવી નિવૃતિ વિદાયમાન અપાયુ હતું. શ્રી વિરાણી, ડી. ડી. ઓ. અનિલકુમાર રાણાવાસીયા, ઉપપ્રમુખ અવસરભાઇ નાકિયા, કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરીયા વગેરેએ તેમનું સન્માન કર્યુ હતું.

મુળ મેંદરડા પંથકના ખડપીપળીના વતની શ્રી કે. ડી. ભાલોડિયા સતત ૧પ કરતા વધુ ડી. ડી.ઓ.ના પી.એ. તરીકે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. કોઇ ડી. ડી.ઓ.ના  પી. એ. ની સામાન્ય સભામાં સરાહના થઇ હોય તેવી આ ઐતિહાસીક  ઘટના છે.

મો. નં. ૯૮રપ૭ ૩૪પરર રાજકોટ

(4:32 pm IST)