રાજકોટ
News of Thursday, 17th May 2018

વિધાન સસભા ૬૮-૭૦ માં યુવા ભાજપ દ્વારા જળ અભિયાન જન જાગૃતિ રેલી

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરેલ છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં અને નિતીન ભારદ્વાજ, નેહલ શુકલ, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, કોર્પોરેટર અશ્વીન મોલીયા, નરેન્દ્ર ઠાકુર, ગોૈતમ ગોસ્વામીની ઉપસ્થિતીમા વિધાનસભા-૬૮ અને ૭૦ ના વિસ્તારોમાં સુજલામ-સુફલામ યોજના જનજાગૃતી રેલી યોજાઇ હતી. આ જનજાગૃતી રેલીનું પ્રસ્થાન પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજએ કરાવ્યું હતું. રેલીનો પ્રારંભ આશ્રમ રોડ ખાતેથી થઇ સોરઠીયાવાડી ચોક ખાતે સમાપન થયેલ. સમગ્ર જનજાગૃતી રેલીને સફળ બનાવવા યુવા મોરચા પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાના નેતૃત્વમાં અમીત બોરીચા, હીતેશ મારૂ, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પુર્વેશ ભટ્ટ, હીરેન રાવલ, આનંદ જાવીયા, અર્જુન ઠાકુર, સુનીલ ગોહેલ, જયરાજસિંહ જાઢેજા, તેમજ વોર્ડની યુવા ભાજપની તમામ ટીમે જહેમત ઉઠાવી હતી

(4:31 pm IST)