રાજકોટ
News of Thursday, 17th May 2018

સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ રાજયપાલનું પગલુ સંપૂર્ણ બંધારણીય : જોશીપુરા

રાજકોટ, તા. ૧૭ : કર્ણાટક વિધાનસભામાં બંધારણીય દ્રષ્ટિથી સૌથી મોટા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપવાનું રાજયના રાજયપાલનું પગલુ સંપૂર્ણ બંધારણીય પ્રણાલીઓને અનુરૂપ છે અને સરકારીયા કમિશન તેમજ જસ્ટીસ એમ.એન. પુલશી કમિશનની ભલામણો તેમજ સર્વોચ્ચ અદાલતે લીધેલા વલણ અંતર્ગત જયારે ચૂંટણી પૂર્વેનું ગઠબંધન અસ્તિત્વમાં ન હોય ત્યાં સૌથી મોટા પક્ષને સરકાર રચવા નિમંત્રીત કરવા એક પ્રકારે બંધારણીય દ્રષ્ટિથી અનિવાર્ય બની જાય છે તેવો અભિપ્રાય બંધારણના અભ્યાસુ પ્રો. ડો. કમલેશ જોષીપુરાએ વ્યકત કરેલ છે.

પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાએ જણાવ્યું કે આ સંદર્ભમાં બંધારણીય સ્થિતિ શું છે તે સરકારીયા કમિશનની ભલામણો અને ત્યારબાદ જસ્ટીસ એમ.એમ. પુંછીની ભલામણો અત્યારે ખૂબજ પ્રસ્તુત બની જાય છે. રામેશ્વર પ્રસાદ વિરૂદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા (ર૦૦૬)માં પાંચ જ્જોની બનેલી બેન્ચે રાજયપાલની ભૂમિકા શ્રી આર.એસ. સરકારીયાની ભલામણ એટલે કે રાજયપાલની નિષ્પક્ષતા ઉપર ખાસ ભાર મૂકયો છે અને ત્યાર પછી જસ્ટીસ એમ.એ. પુંછી કમિશનની ભલામણ કર્ણાટકની ચૂંટણીના સંદર્ભમાં ખૂબ જ પ્રસ્તુત અને મહત્વની બને છે-ખાસ કરીને ત્રણ ભાગમાં વહેંચાયેલી આ ભલામણો શું છે તે જોઇએ.

૧. જો ચુંટણી પહેલાનું સંયુકત જોડાણ હોય તો આવા જોડાણને એક પાર્ટી ગણી અને આવા જોડાણને મળેલી બેઠકો જો બહુમતી બેઠકો હોય તો આવા જોડાણના નેતાને સરકાર રચવા નિમંત્રિત કરવા.

જયાં ચૂંટણી પૂર્વેનું જોડાણ અસ્તિત્વમાં ન હોય ત્યારે તેનો અગ્રતાક્રમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને તે મુજબ સરકાર રચવા માટે રાજયપાલે નિમંત્રણ આપવું પડે.

(૩) પક્ષ કે જોડાણ કે જેને વિધાનસભામાં પર્યાપ્ત સમર્થન હોય.

(4:25 pm IST)